Saturday, 25 May 2013

જીવનને હા ભણો

શાંતિ અને અર્થસભર જીવન એ મૃત્યુનાં ઉત્તમ પ્રતિક કરતાં ક્યાંય વધુ મુલ્યવાન છે. આજ સમય છે જીવવાનો!

હું આશા રાખું કે તમે એ હકીકતથી વંચિત હશો કે કોઈ પણ બાહ્ય પરિબળો કરતાં જો કોઈ તમને તમારી જિંદગી, તમારા સ્વપ્નાની જિંદગી જીવવાથી રોકતું હોય તો એ ફક્ત ને ફક્ત તમે અને તમે જ હોવ છો. મોટાભાગનાં લોકો જીવનને “હા” કહેતાં ડરતાં હોય છે. અને તેઓ શા માટે ખુલીને પોતાની પાંખો ફેલાવીને નુતન ક્ષિતિજોને જોવા અને જીવવાથી ડરતાં હોય છે? આખરે તો તેમનાં મગજની જમણી બાજુ એવું શું હોય છે કે જે આનંદ, પરમ સુખ, અને ખુશીને નનૈયો ભણતું હોય છે? તમને ખબર છે કેમ? પ્રાથમિકપણે નાનપણથી આપણે બાહ્ય અભીપુષ્ટિ મળે તેનાંથી ટેવાયેલા હોઈએ છીએ. હંમેશાં કોઈને કોઈ એવું કાયમ રહેતું હોય છે કે જે તમારા કાર્યોનું અનુમોદન કરે, કે જેની મંજુરી મેળવવી તમારા માટે જરૂરી હોય. એ કાં તો ઘરમાં માતા-પિતા હોય, નિશાળમાં શિક્ષક હોય, કાર્યસ્થળે તમારો બોસ હોય, સમાજમાં તમારાં મિત્રો હોય, સરકાર, સંસ્થાઓ, ધાર્મિક ગુરુઓ વિગેરે તમે બસ નામ આપો.

આપણે ફક્ત શરતી વાતાવરણમાં જ નથી ઉછરતા પરંતુ એ પણ શરતી હોય છે. એ પહેલાં કે જે તમે ઈચ્છો એ તમને મળે ત્યાં કોઈ એક શરત હોય છે જે તમે પૂરી કરો એવી અપેક્ષા રહેલી હોય છે. નીચેનો સામાન્ય વાર્તાલાપ જુઓ કે જે મોટાભાગનાં લોકોનાં જીવનમાં થતો હોય છે:

બાળક અને માતા-પિતા:
“મને કેન્ડી આપશો?”
“પહેલાં તારું જમવાનું પૂરું કર!”
“હું રમવા જાઉં?”
“તારું લેશન પૂરું કર્યા પછી.”
“હું ટીવી જોઉં?”
“પહેલાં તારો રૂમ સાફ કર.”
“હવે સુઈ જા!”
સારું હું હવે સુઈ જાવ છું.”
“પહેલાં બ્રશ કરવાનું ભૂલતો નહિ.”
“શું હું આજે સ્કુલે રજા પાડું?”
“ના!”
હું આ કરું, પેલું કરું, અહી જવું, તહી જવું, અત્યારે કરું, પછી કરું વિગીરે વિગેરે. તમને જે પણ યાદ આવતું  હોય એ બધું અહી લખી શકો છો.
ના, ના, ના, પહેલાં આ કર, પહેલાં તે કર. ના, ના તે આના વિષે વિચાર્યું છે? મેં વિચાર્યું છે વિગેરે. ચાલો સોરી બોલો, થેંક યુ બોલો, પ્લીઝ બોલો.

કાર્યકર્તા અને બોસ
“હું આજે એક કલાક વહેલો જાઉં તો ચાલશે?”
“આજે? તું ખરેખર ગંભીર છે?”
“હું આવતા મહીને ફેમિલી વેકેશન પર જવાનું આયોજન કરું છું?”
“આવતા મહીને?” તને ખબર છે ને કે એ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે?”
તમારા કામનાં મુલ્યાંકન વખતે: “તારું કામ સારું છે પણ હજી અમુક વસ્તુઓમાં તું સુધરી શકે છે. અભિનંદન, તને સૌથી વધુ પગાર વધારો મળે છે. ત્રણ ટકા.”
“આભાર.” મોંઘવારીમાં તો નવ ટકાનો વધારો થયેલો છે તમે તમારા મનમાં વિચારો છો.
“શું હું તમને એક સવાલ કરી શકું?”, “હું પ્રોજેક્ટની ડેડલાઈન ચુકી જવા બદલ દિલગીર છું.”, “તમારો ખુબ ખુબ આભાર...” વિગેરે વિગેરે. તમે શરતી વાતાવરણની અંદર આવા સોનેરી શબ્દોનો ઉપયોગ કરવાનું શીખી જાવ છો. તમને એક મોટા શરીરમાં રહેતા એક નાના બાળક જાણે કે ન હોવ એવી રીતે તમારી સાથે વર્તાવ કરવામાં આવે છે.

બે ભાગીદારો, બીજા અન્ય કુટુંબીઓ, તમારા સહકર્મચારીઓ, અને સમાજના અન્ય લોકો, વચ્ચે થતી મોટાભાગની વાતોની કલ્પના કરો. સાદગીભર્યા જીવનને, જો બિનજરૂરી રીતે નહિ તો વ્યાજબી પણે તો ખરું જ, એક ગુંચવાડા ભર્યું બનાવી દેવાયું છે. અને શું આ બુદ્ધિમાની છે?

એક બાળક જેવા હોવું અને બાળકની જેમ તમારી સાથે વર્તાવ કરાય તે બન્ને બાબત વચ્ચે ફરક હોય છે. એક રીતે જોતા જો તમે તમારા માટે જીવવાનું ચાલુ નહી કરો તો આ દુનિયા તમને તમારી પોતાની શાળામાંથી ક્યારેય ગ્રેજ્યુએટ નહિ થવા દે. એ તમને એક બાળક જ માનશે અને તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે એ કાયમ બતાવ્યા કરશે, તમારા માટે એને શું સારું લાગે છે એ જણાવ્યાં કરશે. હું આશા રાખું કે તમને તમારી જિંદગી કેટલી કિમતી છે એ વિચારવા માટે સમય મળ્યો હશે.  જીવન અને મરણ વચ્ચે તફાવત ફક્ત એ એક શ્વાસનો હોય છે, ફક્ત એક ક્ષણનો હોય છે. જેમાં તમે શ્વાસ અંદર તો લો છો પણ તેને બહાર નથી કાઢતા, એ જ મૃત્યુ હોય છે. કાં તો તમે એ શ્વાસ બહાર તો કાઢો છો પરંતુ પછી અંદર નથી લેતા, એ મૃત્યુની ક્ષણ હોય છે. એ પછીની તે બધી અનંત શક્યતાઓ કે જે તમે હજારો ફૂટ જમીનની ઉપર કે ૬ ફૂટ જમીનની અંદર શોધવનાં હોવ છો, તે ફક્ત આ શ્વાસ લેવાની કે નહિ લેવાની ક્ષણ ઉપર જ મોટાભાગે આધાર રાખે છે. જો તમે કોઈ કામને પૂરું કરવાની રાહ જોતા હોવ કે પછી તમે પોતે જે છો તે બની રહેવા માટેની કેટલીક શરતોને પૂરી કરવાંની રાહ જોતા હોવ તો મને લાગે છે એ સમય ક્યારેય આવતો જ નથી હોતો. હું એમ નથી કહેતો કે તમે તમારી જવાબદારીઓમાંથી ભાગી જાવ, પરંતુ જો તમે જીન્દગીને હા ભણવાનાં હોવ તો ઘણી તકો તમારા માટે રાહ જોતી બેઠી છે. વર્તમાનની આ ક્ષણ જ જીવન જીવવાની ક્ષણ છે, આનંદ માણવાની ક્ષણ છે.

મુલ્લા નસરુદ્દીન પોતાના એક મિત્ર સાથે એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયા. તેમનો મિત્ર તો એકદમ ભપકાદાર વ્યવસ્થા જોઈને દંગ રહી ગયો.
“અરે આ કોફીન તો જુઓ, સુખડનાં લાકડાનું બનેલું છે,” તેને આશ્ચર્ય પામતા કહ્યું, “ અને તેમને દસ હાજર સોનાનાં સિક્કા સુશોભન માટે વાપર્યા છે. તેનાં કપડાં તો જુઓ, સીલ્કથી જાતે સીવેલા છે! અને તેની આસપાસ કિંમતી પત્થર, હીરા અને માણેક મુકેલા છે. અને કબરનો પત્થર પણ સરસ આરસમાંથી બનાવેલો છે.”
“ઓહ!” મુલ્લાએ નવાઈ પામતા કહ્યું, “અને, આ તો જીવન છે!”

તમારી જાતને કોઈ આનંદથી ફક્ત એટલાં માટે વંચિત ન રાખો કારણકે તમારા ઉપર બીજા લોકોએ મુકેલી શરતોને તમે પૂરી નથી કરી રહ્યાં. જ્યાં સુધી તમે કોઈને નુકશાન નથી પહોચાડી રહ્યાં ત્યાં સુધી બધું બરાબર છે. જીવો! તમારે હંમેશાં જે કરવું હોય છે તે કરવાં જ માંડો, તમે હંમેશાં જે બનવા માંગતા હોવ છો તે બની જાવ. તમારી જાતને એક તક આપો, તમારી જાત ઉપર બહુ કડક નહિ બનો, બસ એક તક આપો. અને આ ક્ષણ જ એનાં માટેનો સંપૂર્ણ શ્રેષ્ઠ સમય છે, કારણ કે સંપૂર્ણતા એ તો સાપેક્ષ છે, અને ‘હાલ’ની ક્ષણ જ ફક્ત એનાં માટેની શ્રેષ્ઠ ક્ષણ છે.

જાવ! જીવનને હા ભણો. વિના અટક્યે. તમારું પોતાનું સત્ય શોધો.
(Image credit: Flickr)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 


 

Sunday, 19 May 2013

આપણે શા માટે હસતાં હોઈએ છીએ?

મેરીને એક નાનું ઘેટું આવ્યું; શું? તેને એક ઘેટું આવ્યું? ડોક્ટરને તો અપેક્ષા હતી માણસનાં બાળકની! આપણે કેમ હસતાં હોઈ છીએ? 
હાસ્ય એક મૂળભૂત માનવીય અભિવ્યક્તિ છે અને  રમૂજવૃત્તિ હોવી એ એક દિવ્ય ગુણ પણ છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે હસતાં હોઈએ છીએ? હાસ્યનાં મૂળ તમે વિચારી શકો તેનાંથી પણ ઊંડા હોય છે, હાસ્ય એ વ્યક્તિ, સંસ્કૃતિ, જાતિ, સમુદાય વિષે ઘણું બધું કહી જાય છે. એવાં કેટલાંક જણ હોય છે કે જેઓ બીજા પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, અરે પોતાનાં પ્રત્યે પણ હસી લેતાં હોય છે. આજનું મારું વિષયવસ્તુ છે કે આપણે જોક્સ સાંભળીને હસતાં કેમ હોઈએ છીએ.

આપણી જાતિની ઉત્ક્રાંતિ કે વિકાસ સાતત્યના સિદ્ધાંત પર થયેલ છે. હજારો વર્ષો સુધી આપણા પૂર્વજો ગુફાઓમાં રહેતાં હતા. એમનામાં કોઈ બદલાવ આવ્યો નહોતો, તેમને એવી કોઈ જરૂરિયાત નહોતી કે એવું તેમને પોતાને લાગતું હતું. જયારે જયારે કોઈએ કઈક નવી શોધ કરીને કઈક હંગામો ઉભો કર્યો, ત્યારે આપણે એક નવી દિશામાં એક પગલું આગળ ભર્યું, એક પગલું સાધારણ રૂઢીઓથી દુર. બદલાવ એક એવી વસ્તુ છે કે તેનાં આગમન સમયે ભાગ્યે જ કોઈ તેને આવકારતું હોય છે, લોકોને બદલાવનો એક ડર લાગતો હોય છે, એક અજાણ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનો ભય.

કોઈ પણ જોક્સ ઉપર હસવું એ પણ કઈ એનાંથી જુદું નથી. એક જોક્સની શરૂઆત એક સામાન્ય દ્રશ્યથી થાય છે કે જેનાંથી સામાન્ય રીતે તમે પરિચિત હોવ છો, કે જે તમારી માન્યતાઓ સાથે બંધબેસતું હોય છે. અને એકદમ અચાનક જ તમારી સમક્ષ એક વિરોધાભાસ વાળી પરિસ્થતિ રજુ થાય છે કે જે અનપેક્ષિત, અભૂતપૂર્વ હોય છે, અને તેમાં એક બદલાવ હોય છે. એક સ્તરનો તણાવ મનમાં ઉભો થાય છે, જે તમારા તર્કને ચુનોતી આપે છે. અર્ધજાગૃત મનમાં એ ખબર હોય છે કે આમાં કોઈ ભય નથી. માટે તમારું મન એ તણાવને એક અટ્ટહાસ્ય સાથે મુક્ત કરે છે. તમારા મનમાં એક આકૃતિની ફેરરચના થાય છે અને વગર ગલગલીયાએ એક હાસ્ય ફૂટી નીકળે છે.

ઉદાહરણ તરીકે:
"Mary had a little lamb..."
She found it a bit too spicy.

[મેરી (ઘેટું) ને એક નાનું બચ્ચું આવ્યું, એને એ બહુ તીખું લાગ્યું]

જયારે નાનાં બાળકોને એ કહેવામાં આવે ત્યારે એ બહુ હસતાં હોય છે. શા માટે? બાળકો એમની અંદર વિરોધાભાસ કે અચાનક થતાં આશ્ચર્યભાવથી જે એક તણાવ પેદા થાય છે તેને તે બહુ જલ્દી મુક્ત કરી શકે છે. જયારે બીજી બાજુ એક પુખ્ત વ્યક્તિ પોતાનાં જીવન દરમ્યાન એવાં અનેક વિરોધાભાસોથી પરિચિત થઇ ગઈ હોય છે. ઉપરોક્ત રમુજમાં મેરી પોતાનાં બચ્ચાને ખાય છે તેમાં તેને કોઈ એટલો વિરોધાભાસ નથી જણાતો કે એક પુખ્ત વ્યક્તિને એનાં ઉપર હસવું આવે, તેનાંથી એની અંદર કોઈ તણાવ સર્જાતો જ નથી. અને માટે એને કોઈ નાનાં બાળકની જેમ અને જેટલું હસવું આવતું નથી.

જો કે તમારી અંદર ઉભા થતાં એ તણાવમાં જો ભય રહેલો હોય તો તે તણાવની મુક્તિ વખતે તમને હસવું આવતું નથી. કલ્પના કરો કે તમારી સમક્ષ કોઈ એકદમ બંધુક તાકીને તમારી દિશામાં ગોળી છોડી દે છે. તમને એવું જ લાગી જાય છે કે ગોળી તમને વાગી જ ગઈ. તમે તરત જ તમારા શરીર પર હાથ ફેરવીને ઘાવ કે લોહીનાં નિશાન પડ્યા છે કે નહિ તેની તપાસ કરો છો, પણ તમને કશું થયું હોતું નથી, એક જરા સરખો ઉઝરડો પણ નહિ. અને કલ્પના કરો કે તમને ખબર પડે છે કે એ વ્યક્તિ તો મજાક કરી રહ્યો હતો. તમે આ પરિસ્થિતિ પ્રત્યે હસી નહિ શકો. કારણ કે તમે તેમાં એક ભયનો અનુભવ કર્યો હતો. એક જીવન-મરણનો વિરોધાભાસ કઈ બૌદ્ધિક ખ્યાલ નથી હોતો, એ તમને હકીકતમાં તમને ગોળી વાગી ગઈ એવું જ લાગ્યું હતું. એ તણાવ તમારા માટે જરા વધારે પડતો હતો. જયારે તમને લાગ્યું કે તમે સલામત છો ત્યારે તમને તમારા હાસ્યમાં નહિ પરંતુ તમારી ઉત્તેજનામાં ઓર વધારો થતો અનુભવો છો. તેમ છતાં થોડા અઠવાડિયા કે મહિનાઓ પછી એની એ ઘટના ઉપર વિચારતા હવે તમે તેનાં પ્રત્યે હસી શકો છો. એવું કેમ? કેમ કે હવે તેની ભીતરનો જે ડર હતો તે હવે અદ્રશ્ય થઇ જાય છે.

શું જીવન પણ એક વિરોધાભાસોથી ભરેલી પરિસ્થિતિઓ વાળું નથી હોતું? બધી પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાની જરૂર નથી હોતી, તેમાંની ઘણી બધી પરિસ્થિતિઓ પ્રત્યે તમે હસી નાંખી શકો છો. તો પછી એ ડરથી ઉપર કેમ ઉઠવું? ડરને ચકાસો. જો તમે તેનું પૃથ્થકરણ કરી શકતા હોવ, તો તમે સાચો નિર્ણય પણ લઇ શકશો, અને પછી તમે ખરા વિચાર ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કરી શકશો, અને ડર ત્યારબાદ આપોઆપ જ ગાયબ થઇ જશે. ડર હંમેશાં ધારણાઓમાંથી જન્મે છે. વર્તમાન ક્ષણમાં કોઈ ડર નથી, ડર તો છે હવે પછીની ક્ષણોમાં શું થશે એની ધારણાઓ કરવામાં.

તમારું મન જેટલાં વધારે વિરોધાભાસોને સંભાળી શકતું હોય તેટલાં વધારે ઓછા તમે સામાન્ય જોક્સ ઉપર હસશો. તમારાં જીવનમાં અનુભવો જેટલાં વધુ તેટલાં ઓછા પ્રમાણમાં એવાં જોક્સ હશે કે જે તમને હસાવી શકશે. તમારા સંઘર્ષો, તમારા અનુભવો અને તેનાંથી ઉત્ક્રાંતી પામતી તમારી બુદ્ધિ, અને જીવન, તમને કોઈ પણ તકને ચુનોતી આપતી પરિસ્થિતિ કે જે એકદમ મોટા વિરોધાભાસ અને સંઘર્ષથી ભરેલી હોય, તેમ છતાં પણ તેનો સ્વીકાર કરવાનું શીખવે છે. તમે આટલી બાબતો પરથી કોઈ પણ વ્યક્તિ વિષે ઘણું બધું જાણી શકો (અ). એ જે રીતે હસતાં હોય, (બ). ક્યાં પ્રકારનાં જોક્સ પર તેઓ હસતાં હોય, અને (ક). કોના અને શેના પ્રત્યે તેઓ હસતાં હોય. એનાં ઉપર પછી ક્યારેક.

બાળકો કે બાળકબુદ્ધિના લોકો કોઈ પણ સાદા હાવભાવ કે અર્થહીન જોક્સ પ્રત્યે પણ હસી પડશે. એ જ રીતે જો તમે બાળકો જેવા બની જાવ તો આ દુનિયામાં જીવવાનું એકદમ સરળ બની જશે, અને તે વધુ રસમય પણ બની ઉઠશે. બાળકો જેવા કેવી રીતે બનવું, તમે પૂછશો? દયા અને કૃતજ્ઞતાની પ્રેકટીશ કરો. અને બાળકોની જેમ ક્યારેક ફરિયાદ પણ કરી શકો અને રડી પણ શકો. પણ ફક્ત ક્યારેક જ.

કોઈ એક ગામડામાં એક વૃદ્ધ માણસ રહેતો હતો, ડાહ્યો અને સંતોષી. લોકોનાં ટોળા વચ્ચે તેને એક રમુજી જોક્સ કહ્યો. દરેકજણ તેનાં પર હસ્યાં. થોડી વાર પછી, તેને ફરીથી એનો એજ જોક્સ કહ્યો. આ વખતે થોડાક જ જણ હસ્યાં. તેને બીજી થોડી મિનીટો જવા દીધી અને પછી ફરી એનો એજ જોક્સ કહ્યો. આ વખતે કોઈ પણ ના હસ્યું. મોટા ભાગનાં લોકોએ વિચાર્યુ કે ડોસો પાગલ થઇ ગયો છે. “તમે એનાં એ જ જોક્સ ઉપર થોડી સમયથી વધુ ન હસી શકો.” લોકો એ કહ્યું. “અને તેમ છતાં એની એ જ સમસ્યા ઉપર તમે આખી જિંદગી રડતાં તો રહેતાં જ હોવ છો.” વૃદ્ધે કહ્યું.

જો તમને એવું જ્ઞાન થઇ જાય તો કેવું કે વિરોધાભાસ અને સંઘર્ષો તો જીવનમાં તમને હસાવવા માટે આવતાં હોય છે? કે આ સમગ્ર વિશ્વ કે બ્રહ્માંડ તો એક મજાક, એક રમત માત્ર, એક જોક્સ છે? કઈ પણ કરો એનાં ઉપર રડતાં રહેવા કરતાં તો તેનાં પર હસી નાંખવું એ જ વધારે સારું હોય છે. અને એ જ રીતે એ વધુ આનંદમય બનતું હોય છે. આ તો એક પસંદગીની વાત છે. જો તમારે એ પસંદ કરવી હોય તો.

“હે ભગવાન! મેં તારા ઉપર કરલા મારા નાનાં-નાનાં જોક્સને માફ કરી દેજે અને હું પણ તે મારા ઉપર કરેલા મોટામાં મોટા જોક્સને માફ કરી દઈશ.” – રોબર્ટ ફ્રોસ્ટ

હાસ્યનો અર્થ છે કે તમે આરામદાયક છો. જાવ! આજે કોઈને હસાવો, એ વસ્તું તમને આનંદ આપશે.
(Image credit: George Wheelhouse)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 
 

Saturday, 11 May 2013

બિનશરતી પ્રેમ

એક ગાય ધણમાંથી પણ પોતાનાં વાછરડાંને કેવી રીતે ઓળખી જતી હોય છે? માતૃપ્રેમ એ કુદરતની સૌથી મોટી ભેટ છે. તે શબ્દોથી પરે છે.
એક દિવસે, કોઈક કે જે મને પહેલી વખત જ મળતું હતું તેમને મને બહુ રસપ્રદ સવાલ કર્યો. મારી પ્રેમ પરની એકાદ પ્રેમ પરની પોસ્ટનાં સંદર્ભમાં તેમને મને પૂછ્યું,: “તમે તમારા લેખમાં લખ્યું છે કે બિનશરતી પ્રેમ બહુ દુર્લભ હોય છે. શું માંનો પોતાનાં બાળક પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોતો નથી?” હું તમને તેનો જવાબ આપું એ પહેલાં તમને એક વાર્તા કહીશ:

એક સમયે એક દંપતી હોય છે. તે એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હોય છે પણ પત્નીને કોઈ બાળક રહેતું નથી. તે પોતાનાં પતિને પોતે બાળક નથી આપી શકતી એમ વિચારીને ખુબ અફસોસ અનુભવતી હતી. જોકે મેડીકલ તપાસમાં એવું જણાયું કે પતિનાં વિર્યમાં સ્પર્મ કાઉન્ટ ખુબ જ ઓછા પ્રમાણમાં હતાં. અને હવે આખું સમીકરણ બદલાઈ ગયું. એ પતિની ખામી હતી કે જે પોતે એક તંદુરસ્ત બીજ પ્રદાન કરી શકતો નહોતો. અંતે એક દિવસ સદનસીબે પત્નીને સારા દિવસો રહ્યાં. જયારે તે પોતે ગર્ભવતી હતી ત્યારે જ દેશ ઉપર દુશ્મન દળોનો હુમલો થયો. લડાઈમાં તેઓએ પોતાનું ઘર ગુમાવ્યું અને તેમને એક સરકારી કેમ્પમાં રહેવું પડ્યું. તેને ત્યાં કેમ્પમાં જ એક પુત્રને જન્મ આપ્યો. જો કે તે અધૂરા મહિનામાં જ જન્મી ગયો હતો. સમય જતાં બધું સામાન્ય થવા લાગ્યું અને તેઓએ એક નવું ઘર લીધું. તેમને પોતાનાં પુત્રનાં શરીર પર એક બિંદુ અંકિત કર્યુ. પતિ-પત્નીનું જીવન તે પુત્રની આજુબાજુ રમવા લાગ્યું. આમ કરતાં કરતાં બાર વર્ષ વિતી ગયાં.

એક દિવસે કોઈકે તેમનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો. એક સ્ત્રી એક છોકરા અને એક દંપતી સાથે આવી હતી. વિધિનાં લેખ મુજબ, તેમને ખબર પડી કે બાળકનાં જન્મ સમયે કેમ્પની અંધાધુંધી ભરી પરિસ્થિતિમાં બાળક છે તે ઇન્ક્યુબેટરમાં જ બદલાઈ ગયું હતું. હજી સ્ટાફના સભ્યોને પોતાની આ ભૂલની ખબર પડે એ પહેલાં જ એક બોમ્બ બ્લાસ્ટમાં તે સ્ત્રી ખુબ જ ઘવાઈ ગયી અને બાર વર્ષ સુધી કોમામાં જતી રહી. તેને કહ્યું તે પોતે તેમને તેમનો અસલી પુત્ર પાછો આપવાં માટે આવી છે. તેને જણાવ્યું કે તેમની સાથે જે પુત્ર આટલાં સમયથી મોટો થઇ રહ્યો છે તેનાં અસલી માતા-પિતા હકીકતમાં તેની સાથે જે બીજુ દંપતી આવ્યું છે તે છે.

પેલી સ્ત્રી અને તેનો પતિ એકદમ સ્તબ્ધ થઇ ગયાં. અને પેલો પુત્ર પણ ચોંકી ઉઠ્યો તેને નવા માં-બાપ જોડે નહોતું જવું. તેને તો પોતે જ્યાં હતો ત્યાં જ રહેવું હતું. પેલી સ્ત્રી પણ તેને જવા દેવા નહોતી માંગતી, પણ જે એક ક્ષણ માટે તેને પોતાનાં અસલી પુત્ર તરફ એક નજર નાંખી, તેને પોતાનાં જીવનની સૌથી મોટી દ્વિધા અનુભવી. તે પોતાનાં અસલી બાળક માટે કુદરતી રીતે જ એક ખેંચાણ, એક આકર્ષણ, એક પોતાનાંપણું અનુભવવા માંડી. દ્વિધા આ બે માંથી કોને પસંદ કરવો એનાં માટેની નહોતી પરંતુ તેને લાગતું હતું કે તેનાં મનમાં એક લાગણીની ખલબલી ઉઠી રહી છે એક ખુબ જ મોટી ગરબડ અનુભવાઈ રહી છે કે જે છોકરાને તે પહેલી વખત જ જોઈ રહી હતી તેનાં માટે આ લાગણીનું પુર કેમ ઊમટી રહ્યું છે? તેને લાગ્યું કે પોતાનાં અસલી પુત્ર માટે વધારે પ્રેમની લાગણી કેમ થવા માંડી હતી? બીજી સ્ત્રીને પણ પોતાનાં બાળક માટે કઈક આવું જ અનુભવાઈ રહ્યું હતું.

જરા થોડી વાર માટે ઉપરોક્ત વાર્તા પર વિચાર કરો. તમારે લેવો હોય તેટલો સમય લો. તેને તમારી અંદર ઊંડે સુધી શોષાવા દો. એમાં કોઈ શંકા નથી કે માંનો પોતાનાં બાળક માટેનો પ્રેમ એ એક ખુબ જ ઉંચી કક્ષાનો હોય છે. એક માં માટે તો એ ઘણાં બધાં બલિદાનોથી ભરપુર હોય છે. એ એકદમ અતિશુદ્ધ પ્રકારનો હોય છે કારણ કે એક માંની પ્રાથમિક ઈચ્છા પોતાનાં બાળકનું હંમેશાં સારું જોવાની જ હોય છે. માં પોતાનાં બાળકનાં કલ્યાણ માટે ગમે તે જતું કરવા માટે તૈયાર હોય છે. તેનાં પોતાનાં જીવન તેમજ તેનાં બાળકનાં જીવનનાં સંદર્ભમાં, એક માંનો પ્રેમ નિ:સ્વાર્થ છે. એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જો કે તે થોડો વધુ જટિલ છે. અને શું તે બિનશરતી છે?

હા તે પ્રેમ જરૂર છે, તે કદાચ શુદ્ધ પ્રેમની સૌથી નજીક છે. એ કદાચ સર્વોત્કૃષ્ટ પ્રેમની વ્યાખ્યા પણ હોઈ શકે. પણ તે બિનશરતી નથી હોતો; કોઈ પણ પ્રકારનો માનવીય સંબંધ ભાગ્યે જ બિનશરતી હોઈ શકે. પ્રથમ શરત તો બાળક પોતે જ છે. બાળક તેનું પોતાનું જ હોવું જોઈએ. તે બીજા કોઈ બાળક માટે એટલી તીવ્રતા નહિ અનુભવે. આ કઈ માં અને બીજા કોઈ પણ બાળક વિષે નથી હોતું પરંતુ એક માં અને તેનાં પોતાનાં બાળક વિષે હોય છે. કલ્પના કરો કે કોઈ એક ગુનેગાર કે જેને એક ખુબ જ ધ્રુણા ઉપજે એ રીતે કોઈ ઉપર બળાત્કાર કરી તેને મારી નાખે છે અને હવે તે પોતાની સજાની રાહ જોઈ રહ્યો છે. ચાલો માની લો કે આવતાં અઠવાડિયે તેને સજા મળવાની છે કાં તો જન્મટીપ કાં તો ફાસીનો માંચડો. આવા ગુનેગારની માં પણ તેનાં રક્ષણ અને માફી માટે પ્રાર્થના કરતી હોય છે. તે નથી ઈચ્છતી કે તેનો પુત્ર મરી જાય. તે જાણતી હોય છે કે તેને એક જિંદગી બરબાદ કરી નાખી છે અને વધુમાં શોષિત વ્યક્તિના કુટુંબીજનોને ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન પહોચાડ્યું હોય છે. છતાં પણ તે નહિ ઈચ્છે કે તેનાં પુત્રને કોઈ સજા થાય.

શા માટે એક માં પોતાનાં પુત્રના અધમોઅધમ કૃત્યને પણ માફ કરવા ઈચ્છતી હોય છે અને માફ કરી પણ શકતી હોય છે? પોતાનાં બાળકો માટે જે જોડાણ તેને હોય છે, જે પ્રેમ તે પોતાનાં બાળકો માટે અનુભવતી હોય છે તે ઉત્સાહ અને પુર્ણતાનો ભાવ તેને બીજા કોઈ પણ સંબંધની સરખામણીમાં ક્યાંય વધુ લાગતો હોય છે. આવું કેમ? ચાલો હવે મને મારો દ્રષ્ટિકોણ તમારી સમક્ષ મુકવા દો:

સત્ય એ છે કે એક માં અને તેનું બાળક કોઈ અલગ અસ્તિત્વ નથી હોતાં. દરેક રીતે જોતા એક બાળક તેની માંનો જ એક ભાગ હોય છે. તે પોતાની માંના શરીરમાંથી જ બહાર આવતું હોય છે, બાળકો તેમની માંના જ એક ઈંડામાંથી સર્જાતા હોય છે, ગર્ભાશયમાં એ એક જ ખોરાકમાંથી ભાગ પાડીને ખાતું હોય છે. એ બાળક એ માંની જ એક જિંદગી હોય છે જે બહાર ચાલતી હોય છે, કદાચ માંનો પોતાનાં જ અસ્તિત્વનો એક વિસ્તાર-ફેલાવ હોય છે. હકીકતમાં તો એક માં પોતાનાં બાળક દ્વારા એક અમરતાને પામતી હોય છે. તે પોતાની જિંદગીના વર્ષો ઉપરાંત પણ તે બાળક દ્વારા જીવતી હોય છે. તે પોતાનાં બાળકને પોતાનાંથી આગળ વધતું જોઈ આનંદ અનુભવતી હોય છે કારણકે તે તેની સાથે કોઈ સ્પર્ધામાં હોતી જ નથી. તમે તમારી પોતાની જ જાત સાથે સ્પર્ધા ન કરી શકો. તો તમે તમારી જાત સાથે સ્પર્ધા નથી કરી શકતાં તો પછી એક માં-પુત્રીની ઈર્ષ્યા કેમ કોઈ વખત સામાન્ય જણાતી હોય છે. એ સરળ છે. એક પુત્રી તેની માંનો એક ભાગ છે, એક જીવંત વ્યુત્પત્તિ કે સંજાત. તમે આ સ્થિતિમાં જે જોતા હોવ છો તે તો ફક્ત એક આંતરિક સંઘર્ષ હોય છે કે જે બાહ્ય સંબંધમાં ઉભરાતો હોય છે. આ કોઈ સ્પર્ધામાંથી ઉદ્દભવતો સંઘર્ષ નથી હોતો આ તો તેની વિરુદ્ધનું હોય છે. જેટલી એ માંની જિંદગી કઠીન તેટલાં જ પ્રમાણમાં આ સંઘર્ષ મોટો રહેવાનો. જેટલા વધુ પ્રમાણમાં તેમને પોતાનાં મત માટે, વસ્તુ માટે, વ્યક્તિ માટે, કે પોતાની જાત માટે લગાવ હોય છે તેનું આ સંઘર્ષોમાં એક પરાવર્તન જ મોટાભાગે જોવા મળતું હોય છે. માં અને પુત્રી બન્ને સંસ્કૃતિના, પ્રેમના, કાળજીના, દયાના અને આનુવંશિકતાનાં એક પ્રબળ શક્તિશાળી વાહક છે.

તો આ કારણ છે કે માંનો પોતાનાં બાળક માટેનો પ્રેમ જે છે તે કોઈ વર્ગીકરણથી પરે હોય છે. હું કદાચ એવું કહું છું કે આ પ્રેમ બિનશરતી નથી પણ પ્રામાણિકપણે તો હું તેને કોઈ સ્વાર્થી કે નિ:સ્વાર્થી, શરતી કે બિનશરતી વગેરે વિભાગોમાં વર્ગીકરણ કરવાથી દુર જ રહેવા માંગુ છું. એ પ્રેમ તો શબ્દોથી પરે છે. કોઈ એટલું હોશિયાર નથી, કોઈ શબ્દો એટલાં પારંગત નથી, કોઈ બુદ્ધિ એટલી મહાન નથી કે જે માંના પ્રેમની દિવ્યતાને સમજી શકવાની શરૂઆત પણ કરી શકે, એને સંપુટીત કરવાની તો વાત જ જવા દો.

જો તમે તમારી માંને ભેટ્યાં ન હો અને તમારો પ્રેમ અને કૃતજ્ઞતા જો વ્યક્ત ન કર્યા હોય, જો તમે તેનાં પગ પાસે બેસીને તેને તમારા માટે જે કઈ પણ કર્યુ છે તેનાં માટે આભાર ન માન્યો હોય, તો તમે તમારી અંદર રહેલાં પ્રેમની જે દિવ્યતાની બાજુ છે તેને ખોજી જ નથી. આપણે ફક્ત માતૃદિન નહિ પણ માતૃવર્ષ અને માતૃજીવન ઉજવવું જોઈએ. આ મારો વિચાર છે, તમે તમારો વિચાર કરવા માટે મુક્ત છો.

તો કાલે માતૃદિન છે. એને ખાસ બનાવજો.
(Image credit: Margreet Duin)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 
 
 
 


Saturday, 4 May 2013

તમારા પાકીટમાં શું છે?

 તમારું પાકીટ તમારી પ્રાથમિકતા અને બીજું ઘણું બધું બતાવે છે. તમારા પાકીટમાં શું છે?

એક મુસાફરોથી ભરેલી બસમાં, કંડકટરને એક ફાટેલું પાકીટ નીચે પડેલું જડ્યું. તેને તે ઉપાડી લીધું અને તેની અંદરની વસ્તુઓ તપાસવા માંડી. તેમાં પાંચસો રૂપિયા અને કૃષ્ણ ભગવાનનો એક ફોટો હતો. તેમાં કોઈ બીજા કાર્ડ્સ કે ફોટા નહોતાં. કંડકટરે બુમ પાડી, “કોઈનું પાકીટ ખોવાયું છે?”
“મારું ખોવાયું છે?” એક વૃદ્ધ માણસે જવાબ આપ્યો.
“એ તમારું જ છે તે સાબિત કરવા માટે તમે મને એમાં શું છે તે જરા કહેશો?”
“મને ચોક્કસ કેટલાં પૈસા એની અંદર છે તેની તો ખબર નથી પણ એમાં એક કૃષ્ણ ભગવાનનો ફોટો છે.”
“હં...કૃષ્ણનો ફોટો તો કોઈપણની પાસે હોઈ શકે છે.” કંડકટરે શંકાશીલ થઇને કહ્યું, “તમે મને બીજું કશું જણાવી શકો ખરા?”

પેલો વૃદ્ધ માણસ બોલતા પહેલાં હસ્યો:
“જયારે હું પૈસા રાખવા અને બચાવવાનો વિચાર કરતા શીખ્યો ત્યારે મારા પિતાએ મને આ પાકીટ ભેટમાં આપેલું. તેમાં કૃષ્ણ ભગવાનનો ફોટો હતો. મારા પિતાએ મને કહેલું કે હંમેશા સારા કર્મો કરજે. જો કે હું એ સમયે કર્મોની ચિંતા કરવા માટે ઘણો નાનો હતો. મેં મારા માં-બાપનો ફોટો કૃષ્ણ ભગવાનના ફોટાની ઉપર મૂકી દીધો. હું મારા માં-બાપને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતો હતો. પરંતુ એ લાગણીને બદલાતાં બહુ વાર ન લાગી. પહેલાં તો મારી દુનિયા તેમની આસપાસ ઘૂમતી હતી પણ હવે તો મારા માટે હું પોતે જ સર્વસ્વ હતો. મને લાગતું કે મારે જે જોઈએ તે મને આપવા માટે તેઓ બંધાયેલાં છે. તો હું જેમ જેમ મોટો થતો ગયો તેમ મેં મારો પોતાનો ફોટો તેમની ઉપર મૂકી દીધો. મને લાગતું કે હું તેમનાં કરતાં ક્યાંય વધારે સારો લાગતો હતો.

થોડા સમય પછી હું કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો, અને એક છોકરીના પ્રેમમાં પડ્યો. તે દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ હતી. મેં તેનો ફોટો મારી બાજુમાં મૂકી દીધો અને તેનાંથી હવે માં-બાપનો ફોટો તો બિલકુલ જ દબાઈ ગયો હતો. તેને પરણ્યા પછી તેને મારા પુત્રને જન્મ આપ્યો. મેં મારા માં-બાપનો ફોટો કાઢી નાંખ્યો અને મારી પત્ની અને પુત્રનો ફોટો મારાં પાકીટમાં રાખી દીધો. મારી દુનિયા હવે મારી પત્ની અને પુત્ર હતાં. મારો દિવસ મારા પુત્રથી જ ઉગતો અને આથમતો. મારી જીવનની એક એક ક્ષણ તેની આજુબાજુ જ ફરતી. થોડા સમય પછી મારા માં-બાપ ગુજરી ગયા.

મારો પુત્ર મોટો થઇ રહ્યો હતો, તે ભણ્યો અને નોકરી કરતો થયો માટે તે ઘરમાંથી બહાર નીકળી ગયો, પરણ્યો, એને છોકરાં થયા, અને ઘણો વ્યસ્ત થઇ ગયો. થોડા વર્ષો પહેલાં મારી પત્ની ગુજરી ગયી, માટે મેં તેનો ફોટો મારા પાકીટમાંથી કાઢી નાંખ્યો. ગયા વર્ષે, હું દાદરા પરથી પડી ગયો, અને મેં મારા પુત્રને ફોન કરીને મારી જોડે થોડા દિવસો વિતાવવા માટે કહ્યું. તેને મને થોડા મજબુત બનો એમ કહ્યું. તેને મને તેના ઘેર આવવાનું પણ ન કહ્યું અને તે પોતે પણ મને મળવા ન આવી શક્યો કારણ કે તે પોતે પોતાનાં કામ અને કુટુંબને લઇને ખુબ જ તણાવગ્રસ્ત રહેતો હતો. મારું હૃદય કે જે પહેલાંથી જ ઘવાયેલું હતું તે હવે હજારો ટુકડાંઓમાં વેર-વિખેર થઇ ગયું. મેં એનો ફોટો મારા પાકીટમાંથી કાઢી નાંખ્યો અને અંદર નીચે કૃષ્ણ ભગવાનનો પેલો જે અસલી ફોટો હતો તે ઉપર આવી ગયો. તે ક્ષણ મારા જીવનની સૌથી મોટી આત્મસાક્ષાત્કારની ક્ષણ હતી. દરેક સંબંધ ક્ષણિક છે અસ્થિર છે, અને સ્વાર્થથી બનેલાં છે અને પાછા કાયમી તો નથી જ. લોકો આવ્યા અને ગયા પરંતુ ભગવાન હંમેશાં સતત મારી જોડે રહ્યાં.”

પેલા કંડકટરે તો તરત જ એક શબ્દ બોલ્યાં કે ચાલ્યાં વગર એ પાકીટ આ વૃદ્ધનાં હાથમાં આપી દીધું.
બસ પોતાનાં છેલ્લાં સ્ટોપ પર પહોચી અને બધાં ઉતરી ગયા. પેલો કન્ડકટર, જે પોતે ખ્રિસ્ત હતો, તરત જ એક નજીકની ગીફ્ટ શોપમાં ગયો. “તમારી પાસે જિસસનો ફોટો છે? મારે મારાં પાકીટમાં રાખવા માટે જોઈએ છે,” તેને દુકાનદારને કહ્યું.

તમારે દુનિયાના આ અસ્થિર સ્વભાવને સમજવા માટે કોઈ ઝટકાની રાહ જોવાની જરૂર નથી. આ સમજણ, અનુભવસિદ્ધ ઢંગથી, ઊંડા અને ગહન ચિંતનથી પણ મેળવી શકાય છે. તમારું પાકીટ તમારા જીવનની પ્રાથમિકતાઓ બતાવે છે. ઘણી બધી વાર એક પછી એક વસ્તુઓને બાદ કરતા જતાં, જે સાચી વસ્તુ છે તે ધ્યાન બહાર જતી રહે છે, અને લોકો પોતાની જીવન ગાડીનો પાટો ચુકી જાય છે.

બીજી રીતે જોઈએ તો, થોડું વિચિત્ર લાગશે પણ તમે બીજી વ્યક્તિનું પાકીટ ચકાસો તો તમને તે વ્યક્તિ વિષે ઘણી બધી બાબતો જાણવા મળી શકે. ઘણાં લોકોનું પાકીટ જૂની રિસીપ્ટોથી, બીઝનેસ કાર્ડ્સથી વિગેરેથી ભરેલું હોય છે. આવાં લોકો પોતાનાં મગજમાં પણ આટલી બધી અસ્ત-વ્યસ્તતાને ભરીને જ જીવતાં હોય છે. જો તમારા પાકીટમાં એક વર્ષની જૂની રીસીપ્ટ હોય તો તમારા હૃદયમાં દસ વર્ષ જૂની ફરિયાદ કે જલન ભરેલી હશે.

તમારી હેન્ડબેગ કે પાકીટને ચકાસો. તેના બાહ્ય દેખાવને તમે તમારું, તમારાં જીવનનું, તમારી જરૂરિયાતોનું કેટલું ધ્યાન રાખી રહ્યા છો એની સાથે સીધો સંબધ છે. તે એ પણ બતાવે છે કે તમે બીજા લોકો તમને કેવી રીતે જુવે કે સમજે એવું ઈચ્છો છો. પાકીટની અંદર રાખેલી ચીજ વસ્તુઓ તમે તમારા મગજમાં શું રાખો છો તે બતાવે છે – તમારા હૃદયમાં શું રાખો છો તે બતાવે છે. એની અંદર રાખેલો કોઈ ફોટો તમારી હાલની પ્રાથમિકતા બતાવે છે. તમારા પાકીટનો અંદરનો અને બહારનો કુલ મિલાવીને જે દેખાવ છે તે તમારા જીવનના હાલનાં તેમજ કુલ મિલાવીને સંપૂર્ણ સ્તરનું દર્શન કરાવે છે.

જાવ! જરૂર પડે તો નવું પાકીટ આજે લઇ આવો. તમારી જાતને ખુબ કાળજીપૂર્વક સાચવો; તમે તેને લાયક છો. એક દયા તમારી જાત માટે તેમજ અન્ય લોકો માટે રાખો.
(Image credit: Donna Mikasa)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 

Share