Saturday, 28 September 2013

સૌથી મોટી મૂળભૂત માનવ જરૂરિયાત

તમને કોઈ પ્રેમ કરે છે તેની અનુભૂતિ એક શાંત સમુદ્રનાં કિનારે બેઠા હોઈએ તેવી હોય છે. અવર્ણનિય. તમે સ્વયં સમુદ્ર બની જાવ છે. તમે એક સંપૂર્ણતાને અનભવો છો.
માણસની સૌથી મૂળભૂત ઈચ્છા કઈ હોય છે, એ ઈચ્છા કે જે માનવવાદ અને માનવતાના કેન્દ્રમાં હોય છે, એક એવી મૂળભૂત માનવીય ઈચ્છા, કે જે તમારી દુનિયાને બનાવી કે બગાડી શકે છે, એક એવી લાગણી કે જે તમને અમુલ્ય હોવાની કે નક્કામાં હોવાની અનુભૂતિમાં જે તફાવત રહેલો છે તે બતાવે છે?

ઘણાં વર્ષોથી મોટી સંખ્યામાં લોકો સાથેનો મારો જે સંપર્ક અને અવલોકન છે તેનાં આધારે હું એ સમજ્યો છું કે દરેક પ્રતિભાવોની અંદર અને દરેક લાગણીની ઉપર એક એવી ઈચ્છા રહેલી છે કે જે પ્રાથમિક છે, કારણાત્મક છે અને આણ્વીક છે, કે જેનું હજી વધારે વિભાજન કરવું શક્ય નથી - તે છે તમને કોઈ પ્રેમ કરે છે તેની લાગણી. તમને કોઈ વળતો પ્રેમ કરે તેની ઈચ્છા, તમને વ્હાલ કરે, તમારી કદર કરે, તમને ઓળખે, તમને સ્વીકારે. એવી ઈચ્છા કે જ્યાં તમને એવું લાગે કે તમે ક્યાંક કોઈનાં છો, અને આ લાગણી સૌથી પ્રબળ હોય છે. લોકો છુટા પડી જતાં હોય છે, તેઓ મોટા થઇ જતાં હોય છે, અરે તે કદાચ જેને એક વખત ખુબ જ પ્રેમ કરતાં હોય તેને હવે નફરત પણ કરતાં થઇ ગયા હોય એવું પણ બનતું હોય છે, અને આવું એટલાં માટે બનતું હોય છે કે તેમને હવે લાગતું હોય છે કે શરૂઆતમાં સામેની વ્યક્તિનાં જીવનમાં પોતે જેટલી જરૂરિયાત વાળા હતાં હવે તેટલાં રહ્યાં નથી. જયારે કોઈ તમને અવગણવા માંડે ત્યારે તે સૌથી વધુ દુઃખ આપતું હોય છે. અવગણવાનો અર્થ ખાલી એ જ નથી કે કોઈ તમને ફક્ત ટાળી રહ્યું છે, એ તો ખાલી અવગણવાનો એક પ્રકાર માત્ર છે. જયારે તમને તમે પોતે જે હોય તેનાં તરીકે સ્વીકારવામાં ન આવે, જયારે તમારા પ્રયત્નો માટે તમારી કદર કરવામાં ન આવે, તમે જે હોય તેનાં માટે તમને જો પ્રેમ કરવામાં ન આવે, તો તે પણ અવગણવું જ છે. અને તે તકલીફ આપતું હોય છે. ચાલો હું તમને એક સત્ય ઘટના કહું કે જે મને મારા વકીલે ૧૩ વર્ષ પહેલાં કહી હતી.

આ ઘટના ૧૯૮૫માં ઘટી હતી. એક ૭૦ વર્ષનાં વૃદ્ધ વ્યક્તિ સર્બિયાથી ઓસ્ટ્રેલીયા આવ્યાં હતાં. ચાલો આપણે અહી તેમને પીટર કહીને બોલાવીએ. તેમનાં ત્રણ પુત્રો ઓસ્ટ્રેલીયામાં પહેલીથી જ રહેતા હતાં, તેઓ ત્યાં અનેક દસકાઓથી રહેતાં હતાં. તેઓએ પોતાનાં પિતાને ફેમીલી વિઝા હેઠળ બોલાવ્યા હતાં. પીટર પોતે વિધુર હતાં. સર્બિયામાં હવે તેમનાં માટે કોઈ હતું નહિ. તેમને અત્યંત સંઘર્ષ ભર્યું જીવન વિતાવ્યું હતું, તેઓ હંમેશા પોતે એકલપણું મહેસુસ કરતાં હતાં અને પોતાનાં પુત્રો જોડે રહેવાની હંમેશાં ખેવના રાખતાં હતાં. આ એક સંગઠિત કુટુંબ હતું અને તેમણે ત્યાં કાયમી થવા માટે ૬ વર્ષ રાહ જોઈ.

જયારે તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તેમનાં ત્રણે પુત્રો તેમને લેવા માટે એરપોર્ટ ગયા. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ થોડા સમય પછી તેમનાં પુત્રોને લાગવા માંડ્યું કે તેઓ પોતાનાં પિતાને રાખવાની કે ખવડાવવાની તસ્દી લેવા માંગતા નહોતા. પીટરને તો ફક્ત રહેવા માટે મકાનમાં એક થોડી જગ્યા, પોતાનાં પુત્રોનાં હૃદયમાં એક સ્થાન અને એક સમયનું ભોજન ફક્ત એટલું જ જોઈતું હતું, પરંતુ પુત્રોને તો હવે તેઓ એક બોજ લાગવા માંડ્યા હતાં. તેમને પીટરને અવગણવાનું ચાલુ કરી દીધું. પછીના બે વર્ષોમાં તો પીટરને પોતે જાણે કોઈ અનિચ્છનીય વ્યક્તિ ન હોય તેવું કે જેને પ્રેમ કરવાની કોઈ જરૂર નથી તેવું લાગવા માંડ્યું, અરે પોતાનાં પુત્રો તેમને હવે નફરત પણ કરવા માંડ્યા હતાં. પીટરને અંગ્રેજી તો આવડતું નહોતું, માટે સ્ટ્રીટ પર કે કોઈ બગીચામાં કોઈની સાથે વાતચીત પણ કરી શકાય તેમ નહોતું.

જો કે પીટરે તો કઈક વિચિત્ર જ વર્તન અપનાવ્યું, તે પોતે પેડેસ્ટ્રીઅન ક્રોસિંગની બાજુમાં ઉભા રહેવા લાગ્યો અને ટ્રાફિક આવે તેની રાહ જોવા લાગ્યો. જેવી ગાડીઓ નજીક આવે કે તરત પોતે રસ્તો ક્રોસ કરવા લાગતો, અને તેને તેમ કરતો જોઈ તરત ટ્રાફિક અટકી જતો. સામાન્ય રીતે કોઈ પણ ગાડીને ત્યાં ઉભા રહેવામાં વાંધો નહોતો કારણ કે આખરે તો આ એક પેડેસ્ટ્રીઅન ક્રોસિંગ હતું. પરંતુ આ કિસ્સામાં જો કે પીટર તો આવું દરરોજ અને તે પણ આખો દિવસ કરવા માંડ્યો હતો. તે રસ્તાની બીજી બાજુએ જતો રહેતો અને વધારે ગાડીઓની રાહ જોતો અને પાછો રસ્તો ઓળંગતો. તેનાં આવા વર્તનથી ખુબ જ અસુવિધા ઉભી થતી. અંતે, પોલીસે તેને તેની ગેરવર્તણુંક માટે અને ટ્રાફિક રોકી દેવા માટે ટીકીટ આપી. પીટરે તો ટીકીટને પણ અવગણી નાંખી. પછી તો આવી અનેક ટીકીટ મળતા તેને કોર્ટમાં હાજર થવું પડ્યું.

"આ એક અસામાન્ય કેસ છે," જજે કહ્યું, "તમારી મેડીકલ હિસ્ટ્રી બતાવે છે કે તમે બિલકુલ સાજા છો તેમ છતાં તમે એક વિચાર્યા વગરનું તેમજ ખતરનાક કહી શકાય તેવું વર્તન રસ્તા પર કરો છો. તમે પોતે દોષી પણ કબુલો છો. હું કશું સમજી નથી શકતો. તમારે પોતાનાં બચાવ માટે કઈ કહેવાનું છે?"
"માણસ," પીટરે કહ્યું, "મને હું માણસ હોવાનો અહેસાસ થતો હતો."
"માણસ? કોર્ટ પાસે ઉખાણા સુલઝાવવાનો કોઈ સમય નથી. સ્પષ્ટપણે કહો."
પોતાનાં પુત્રની મદદ વડે, કે જે ભાષાંતર કરી જજને જણાવતો હતો, પીટરે કહ્યું.: "જજ સાહેબ, મને કોઈ પ્રેમ કરતુ હોય તેવું લાગતું હતું. જયારે અંતે મને કોઈ એક માણસ સમજીને જોતું હતું ત્યારે મને ખુબ જ સારું લાગતું હતું. મારા માટે કોઈ ઉભું રહી જાય એ જોઈ મને ખુબ જ આનંદ થતો હતો. મને એવું લાગતું હતું કે હું કોઈ જંગલી ઘાસ નથી કે જેને ક્યારે ઉપાડી નાંખવામાં આવે તેની જ રાહ જોવાઈ રહી હોય, મને તો એવું લાગતું હતું કે હું કોઈ ખેડૂતનો પાક છું કે જેને લણવાની રાહ ઉત્સાહપૂર્વક જોવાઈ રહી હોય. જયારે ગાડીઓ મારા માટે એક શાનપૂર્વક અને માનપૂર્વક ઉભી રહેતી ત્યારે મને મારી આખી જિંદગી જે માન ખોવાનો અનુભવ થયો હતો તે સરભર થઇ જતો હોય તેવું લાગતું હતું. મારી કઈ કિંમત હોય તેવું લાગતું હતું. મને એ લાભકર લાગતું હતું. હું જાણું છું કે મેં એક ખુબ જ મોટી મુશ્કેલી ઉભી કરી છે, અને મને તેનો અફસોસ છે. અને હું વચન આપું છું કે હું આવી ભૂલ ફરીથી નહિ કરું."
જજે ખુબ જ ઉષ્માથી પણ અડીગતાથી કહ્યું, "ઓસ્ટ્રેલીયા એ એક સ્વતંત્ર દેશ છે કે જેની જમીન પર દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જોવામાં આવે છે. તમને  તમારા વર્તન માટે સાવધાન રહેવાનું જણાવવામાં આવે છે જેથી અન્ય લોકો પણ આ વિશેષાધિકારનો આનંદ ઉઠાવી શકે. મારી કોર્ટ તમને માફી આપે છે. અને આ કેસ અહી જ ખારીજ કરવામાં આવે છે."

પીટરનો પુત્ર પોતાનાં બાપને આવું બોલતાં સાંભળીને રડી પડે છે. તેઓ બન્ને કોર્ટની બહારની પસ્તાળમાં એકબીજાને ભેટી પડે છે અને હૃદયમાં એકબીજા માટે લાગણી અનુભવીને રડે છે. તેને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ મળતા જ પેન્શન મળવાનું ચાલુ થઇ જાય છે અને તે ઓસ્ટ્રેલિયામાં જ પોતાનાં છેલ્લાં શ્વાસ સુધી રહે છે. અને આ રીતે આ સત્ય ઘટનાનો સુખદ અંત આવે છે.

જો કે દરેક દીકરાઓ આ વાતને સમજી શકતા હોતાં નથી, તો કેટલાંક થોડું મોડું સમજે છે, દરેક પીટરને આવી મુક્તિ મળતી નથી હોતી, અને દરેક અંત કઈ આવા સુખદ હોતા નથી. વધુમાં, અંત કેવો હોય તેનું આખરે તો શું મહત્વ છે? કોઈને દફનાવ્યા કે બાળ્યા, તમારા ગયા પછી તમને કોઈ યાદ કરે છે કે ભૂલી ગયું તેની પરવા આખરે કોને હોય છે? આ મુસાફરી છે કે જે મહત્વની છે. કારણ કે, તમારી મુસાફરીની પ્રકૃતિ અને ગુણવત્તા તમારા ઉપર અને તમારી આજુબાજુના લોકો ઉપર સીધી અસર પાડે છે. આ પોસ્ટ કોઈ દીકરા અને પિતાઓ વિશેની નથી, તે તો માનવ હોવા વિશેની છે.

કોઈ બીજા આપણને પ્રેમ કરે તે કોઈ વિશેષાધિકાર નથી પરંતુ એક મૂળભૂત માનવ જરૂરિયાત છે. એક પ્રાથમિક જરૂરિયાત. કમનસીબે, આપણી આજની દુનિયામાં, મોટાભાગનાં લોકો પ્રેમથી વંચિત છે. પ્રેમની તલાશ કરતાં રહેવું કે કોઈના તરફથી પ્રેમ મળે તેની કાયમ ઈચ્છા રાખવી તે એક અર્થહીન કવાયત છે. માટે જો કોઈ તમને પ્રેમ ન કરતુ હોય, તો તમે પોતે પોતાની જાતને પ્રેમ કરવાનું શીખી જાવ. પોતાની જાતને નિ:સ્વાર્થપણે પ્રેમ કરતા થવું - અને એ સ્તરે પહોંચતા થોડી વાર લાગતી હોય છે. ત્યાં સુધી તમારો પ્રેમ બીજા લોકોને આપતાં રહો, એવાં લોકોને કે જેમને તમારો આ પ્રેમ જોઈતો હોય. અને ત્યારબાદ એક દિવસે તમે તમારી જાતને શાંત અને બદલાવના પ્રકાશ તરફ તાકી રહેલાં પામશો. તમારું હૃદય ઉષ્મા અને પ્રેમથી છલકાઈને જયારે બધાં જ દર્દ અને તકલીફોને દુર કરી નાંખશે ત્યારે તમે તમારી જાતને એક ઊંડા આનંદના મહાસાગરમાં પામશો. જયારે તમે એક દયાળુ અભિગમ રાખીને ભગવાનના સર્જનની સેવા કરવાનું ચાલુ કરશો તો દિવ્યસંરક્ષણ તમારા જીવનમાં જેની ખોટ છે તેને પુરવાની વ્યવસ્થા આપોઆપ કરશે. ખોટ - કે જેને તમે પોતે તમારા માટે વ્યાખ્યાયિત કરી હોય તે નહિ, પણ તમને જેની જરૂર હોય તે.

જાવ! તમારો પ્રેમ પ્રગટ કરો. કોઈને તે કેટલું ખાસ છે તે અનુભવડાવો. કારણ કે કોઈ તમને પ્રેમ કરતુ હોય તેની અનુભૂતિ શું છે તે તમને ત્યાં સુધી નહિ સમજાય જ્યાં સુધી તમે કોઈને એ અનુભૂતિ નહિ આપો.
(Image credit: Anna Foley)
શાંતિ.
સ્વામી


P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 

Saturday, 21 September 2013

સ્વાધીનતા

આકાશ હંમેશાં તેની અંદરના રંગો અને વાદળોથી સ્વતંત્ર રહેતું હોય છે. તે પોતાનાં કુદરતી સ્વરૂપ - ભૂરા આકાશમાં પાછું ફરતું હોય છે. તમે પણ તેવું કરી શકો છો.
તમારે જયારે ઉત્તરો જોઈતાં હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? શું સાચું કે ખોટું અથવા હું કેવો લાગુ છું, કે હું કેવું કરી રહ્યો છું, શું સારું છે કે ખરાબ, અરે શું નૈતિક છે અને શું અનૈતિક, હું સાચા પથ પર છું કે કેમ, ભગવાન મને ધિક્કારશે જો હું આવું કરીશ તો? તમે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તમારી અંદર જ જુવો તો શું ખોટું છે? આપણા પોતાનાં મતને શું બીજા લોકોનાં સમર્થનની જરૂર હોય છે ખરી? બાહ્ય પુષ્ટિથી થોડી રાહત મળે ખરી. આપણી પોતાની માન્યતાને જયારે અન્ય તરફથી પુષ્ટિ મળે ત્યારે આપણને ખાતરી થઇ જાય છે. પરંતુ તે એમ હોવું જરૂરી નથી. જો તમારી ઈચ્છા હોય અને તમારી જો એ દિશામાં કાર્ય કરવાની તૈયારી હોય તો, તમે અન્ય લોકોનાં મતો અને ધારણાઓથી ઉપર ઉઠી શકો છો. અને આ દિશામાં કામ કરવાથી શું પ્રાપ્ત થશે, તમને કદાચ પૂછવાનું મન થાય. તેનાંથી બે વસ્તું પ્રાપ્ત થાય કે જે તમને તે પ્રબુદ્ધ અવસ્થા તરફ દોરી લઇ જઈ શકે, પ્રથમ, આત્મ-ચિંતન, અને બીજું, આત્મશક્તિ.

આત્મ-ચિંતન
આત્મ-ચિંતન એ તમારી પોતાની જાતને વધારે સારી રીતે સમજવાની એક કલા છે, એ તમે જે કઈ પણ કરી રહ્યાં છો તે શા માટે અને કેવી રીતે કરો છો તે સમજવા માટે હોય છે. દરેકને તેનાં પોતાનાં કર્મોની પાછળ એક પ્રેરણા હોય છે, અને મોટેભાગે આ પ્રેરણા આપણા અર્ધજાગૃત મનમાં રહેલી હોય છે. આત્મ-ચિંતન તમને તે પ્રેરણાને બહાર લાવવામાં મદદરૂપ થાય છે. રાલ્ફ એલિસનના શબ્દોમાં:

All my life I had been looking for something, and everywhere I turned someone tried to tell me what it was. I accepted their answers too, though they were often in contradiction and even self-contradictory. I was naive. I was looking for myself and asking everyone except myself questions which I, and only I, could answer. It took me a long time and much painful boomeranging of my expectations to achieve a realization everyone else appears to have been born with: that I am nobody but myself.

તમને તમારાથી વધારે સારી રીતે કોણ ઓળખે છે? ફક્ત તમે પોતે જ તમારા છેક અંદરનાં ઊંડા વિચારોને, તમારા કર્મોને, તમારા ઈરાદાઓને જાણો છો. તમે જેટલી વધુ તમારી જાતને ઓળખો, તેટલાં વધુ તમે શક્તિ અને અને દિવ્યતાનાં આદિમ સ્રોતની નજીક જાઓ છો. નિ:શંક તેમાં એક ચોક્કસ પ્રમાણમાં આંતરિક શક્તિની જરૂર પડે છે અને તે તમને બીજા સહજ ગુણ તરફ લઇ જાય છે. વાંચો આગળ.

આત્મશક્તિ
હું જે કઈ પણ લખું છું તેનો એકમાત્ર હેતુ તમને તમારી જાતને વધારે સારી રીતે ઓળખવામાં, તેને બદલવામાં, તમે ખુદ તમે જે છો તે બની રહેવા માટે મદદરૂપ થવાનો જ છે. હું ફક્ત તમારા વિશે જ ચિંતિત છું. તમારે એક સાચી અને અમર એવી આત્મશક્તિ ખીલવવા માટે શેની જરૂર પડતી હોય છે? હું પાના ભરાઈ જાય તેટલું મારા પોતાનાં શબ્દોમાં તેનાં ઉપર લખી શકું છું, અનેક ધર્મગ્રંથોમાંથી હજારો શ્લોકો ટાંકી શકું છું, પરંતુ હું એક બ્રિટીશ કવિ રુદયાર્ડ કિપલિંગની એક કવિતા કહેવાનું પસંદ કરું છું. અને આ કવિતાનું શીર્ષક યથાર્થપણે અપાયું છે – If (જો)

If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you;
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too:
If you can wait and not be tired by waiting,
Or, being lied about, don't deal in lies,
Or being hated don't give way to hating,
And yet don't look too good, nor talk too wise;

If you can dream — and not make dreams your master;
If you can think — and not make thoughts your aim,
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same:.
If you can bear to hear the truth you've spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build'em up with worn-out tools;

If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings,
And never breathe a word about your loss:
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: "Hold on!"

If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings — nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much:
If you can fill the unforgiving minute
With sixty seconds' worth of distance run,
Yours is the Earth and everything that's in it,
And — which is more — you'll be a Man, my son!

સજાગ જીવન જીવવા માટે, જયારે પણ તમે ક્રોધ, ચિત્તવિક્ષિપ્તતા, અસલામતીની પકડમાં આવી જાવ ત્યારે તમારી જાતને તમે જે વચન આપ્યાં છે તેની યાદ અપાવી શકો, જો તમે તમારી જાતને તમારા માટે તમે જે આચારસંહિતા નક્કી કરી છે તેની યાદ અપાવી શકો, તો તમે તમારા આંતરિક જગતનાં સુપરમેન (કે સુપરવુમન) બનવાના માર્ગે જ છો. તમે કલાકો સુધીનું ધ્યાન કર્યા વિના, કોઈ મોટી પરિકલ્પનાનાં આધાર વિના, કોઈ પણ ધાર્મિક આજ્ઞાને પરાધીન થયા વિના, તમે એક અસામાન્ય વૈચારિક સ્વતંત્રતાને પ્રાપ્ત કરશો. તમે સ્વતંત્ર-સ્વાધીન બનશો, અન્ય લોકોનાં મત, ધારણાઓ, વ્યવહાર, અને આચરણ કે સંચાલનથી તમે સ્વતંત્ર બની જશો.

સ્વાધીનતાનો અર્થ છે તમે ફક્ત તમારી અંદર જે છે તેનાં પર જ આધીન છો.
(Image credit: Wallpapers)
શાંતિ.
સ્વામી
 
 
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો. 
 


Saturday, 14 September 2013

કોઈને ભૂલવા માટે શું કરવું

જો તમને તેની સાથે કેવી રીતે કામ લેવું તેની ખબર ન હોય તો યાદો તો બ્લેક હોલ જેવી હોય છે: ઊંડી, રહસ્યમય, અને ગુરુત્વાકર્ષણ વાળી. બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી હોતો.
 
 લોકો હંમેશા જીવનમાં ઉતાર-ચડાવનો અનુભવ કરતાં હોય છે. જીવનની મુસાફરી દરમ્યાન આપણે જાત જાતનાં લોકોને મળતાં હોઈએ છીએ. જીવનમાં આપણે હંમેશા અમુક જ પ્રકારનાં લોકોને મળીએ, કે ફક્ત જેને આપણે પસંદ કે નાપસંદ કરતાં હોઈએ તેમને જ ફક્ત મળવાનું થાય તેવું બનતું હોતું નથી. અંતે તો આ કોઈ એક તરફી જતો રસ્તો તો છે નહિ. કોઈ પણ સમયે આ યાતાયાત બન્ને દિશામાં આપણી સાથે અને વિરુદ્ધ તરફે વહેતો જ હોય છે. કોઈ વખત કોઈ વ્યક્તિઓ કે કોઈ ઘટનાઓ તમને એટલી બધી તકલીફ આપી જતી હોય છે કે તમે તેમને તમારી યાદોમાંથી ભૂંસી નાખવા માંગતા હોવ છો. તમે તેમને માફ પણ કરી દીધાં હોય છે, તમે આગળ વધવા માંગતા હોવ છો, છતાં તમે તેમ કરી શકવા માટે અસમર્થ રહો છો. તેને હળવાશથી લો. તે બિલકુલ સહજ છે.

કોઈપણને યાદ કરવાં માટે બે શક્યતાઓ રહેલી છે: કાં તો તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો કાં તો તમે તેને નફરત કરો છો. અને તમે તેને ભૂલી જવા માંગતા હોવ તો તેનાં માટેના ફક્ત ત્રણ કારણ હોઈ શકે છે. પ્રથમ, તેમનો વિચાર માત્ર તમારી અંદર નકારાત્મક લાગણીઓ જન્માવે છે અને તમારું સંતુલન જતું રહે છે. બીજું, તમે હજી પણ તેમને પ્રેમ કરો છો, પણ તેઓ આગળ નીકળી ગયા હોય છે. ત્રીજું, તમારા તેમને પ્રેમ કરવા છતાં તે તમને બદલામાં પ્રેમ નથી કરતાં હોતાં. આમાંથી ગમે તે કિસ્સો હોય, દુ:ખ તો થાય જ છે. જો તેમની યાદ તમારી અંદર કોઈ હકારાત્મક કે નકારાત્મક લાગણીને જન્મ ન આપતી હોય તો, તે વ્યક્તિને ભૂલી જવાની જરૂર નથી પડતી. વાસ્તવમાં, જેને ભૂલી જવા માંગતા હોય તેને જો તમે પ્રેમ કે નફરત ન કરતાં હોવ તો તમે તેને આપોઆપ ભૂલી જશો. જયારે તેની યાદ તમારામાં કશું સારું કે ખરાબ નથી લગાડતું તેનો અર્થ છે કે તમે આગળ વધી ગયાં છો. પણ જયારે તમે તેમને ભૂલી જવા માંગતા હોવ ત્યારે શું કરવું? વાંચો આગળ.

જયારે તમે તે વ્યક્તિનો વિચાર મનમાં કરી રહ્યાં હોવ ત્યારે સૌ પ્રથમ એક સ્વગત સંવાદ કરો. એ વાતનો સ્વીકાર કરો કે તમને તેમની ખોટ સાલી રહી છે અને તમને દુ:ખ થઇ રહ્યું છે. તમારી જાત સાથે વાત કરો. તેનું થોડી થોડી વારે પુનરાવર્તન કરો અને જુઓ કે તમારું મન તે વ્યક્તિ વિશેનો વિચાર કેવી રીતે વહેતો કરે છે. જો તમારે તેમને ભૂલવા હોય તો તેમની યાદને વહેતી કરવી ખુબ અનિવાર્ય છે. થોડા સમય પહેલાં, મેં ધ્યાન દરમ્યાન તમારા મનને અનિચ્છીત વિચારોથી કેવી રીતે દુર લઇ જવું તેનાં વિશે એક પોસ્ટ લખી હતી. એ સિદ્ધાંતનો અમલ કરો. તમારી જાતને સમય આપો અને જયારે જયારે પણ તે વ્યક્તિ કે ઘટનાનો વિચાર ઉઠે, ધીરે અને ખુબ જ હળવાશથી તમારા મનને બીજે ક્યાંક એકાગ્ર કરો. તમારી જાતને વચન આપો કે જયારે પણ તમને એમનો વિચાર આવે ત્યારે તમે તેને તમારી શાંતિ નહિ હણવા દો. અને તમારી શાંતિનું રક્ષણ કરવાનો રસ્તો છે તમારે તમારા ધ્યાનને બીજે ક્યાંક કેન્દ્રિત કરવું. આ હું જાણતો હોય એવી એક ખુબ જ શક્તિશાળી રીત છે. જયારે તમે જેને પ્રેમ કરતાં હોય તે તમને છોડીને જતું રહે, ત્યારે તમારા જીવનમાં એક ખાલીપો સર્જાતો હોય છે, તમારા હૃદયમાં એક છિદ્ર જાણે કે બની જતું હોય છે. અને તમે તે ગર્તામાં ધકેલાતાં જતાં હોવ છો. તમારે તે મોટા થતાં જતાં છિદ્રને ગમે તેમ કરીને પુરાવાની કોશિશ કરવી જરૂરી હોય છે. તે સહેલું નથી પણ તે કરી શકાય તેમ હોય છે. જયારે પણ તેમની યાદ તમારા હૃદયનો દરવાજો ખટખટાવે ત્યારે તમારું ધ્યાન બીજે દોરો. જો તમે તમારું ધ્યાન એ સમયે બીજે દોરી શકશો તો ધીમેધીમે તેની છાપ આછી થતી જશે, તેમની યાદોની તીવ્રતાનો નાશ થવાની શરૂઆત થશે.

એક વખત બે બાળકોને ચાંદીનાં પંદર સિક્કા ભરેલી પોટલી મળી. એકે તે જોઈ અને બીજાએ તે ઉઠાવી. બન્ને જણા તેનાં ઉપર પોતાનો માલિકીભાવ દર્શાવવાં લાગ્યા. તેનાંથી તેમની વચ્ચે દલીલોની શરૂઆત થઇ અને અંતે તેમને ડાહ્યા ગણતાં એવાં મુલ્લા નસરુદ્દીનને પોતાની દુવિધા
જણાવી.
“વારુ....તો તમે ઈચ્છો છો કે હું આ દુવિધાનો ઉકેલ લાવું?”
“હા,” બન્ને જણાએ એકીસાથે કહ્યું.
“સારું, હું આ સિક્કાઓ તમારી બેઉ વચ્ચે વહેચીશ. પણ મને પહેલાં એ કહો તમે મને કઈ રીતે ન્યાય કરવાનું ઈચ્છો છો ભગવાનની જેમ કે માણસની જેમ?”
“મહેરબાની કરીને ભગવાનની જેમ ન્યાય કરો.”
મુલ્લાએ સિક્કા ગણ્યા અને એકને બાર સિક્કા આપ્યાં અને બીજાને ત્રણ. તેઓ બન્ને ત્યાં વિચારમુદ્રામાં ઉભા રહ્યાં, મુલ્લાએ સીધું જ કહી દીધું, “ભગવાન આવી રીતે જ વર્તે છે.”

જીવન અન્યાયી હોઈ શકે છે. જયારે પણ કોઈને ભૂલવાની કોશિશ કરી રહ્યાં હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું બૌદ્ધિક પૃથ્થકરણ કરવાનું ટાળો કે આવું તમારી સાથે કેમ થયું કે તેઓ આવું તમારી સાથે કેવી રીતે કરી શકે વિગેરે. જો તમે ચીરવાનું ચાલુ કરશો તો તમે ફક્ત ને ફક્ત તેમાં જ ઊંડા ઉતરશો. કોઈ પણ પ્રકારનું ગહન ચિંતન તમને વધારે તણાવગ્રસ્ત બનાવશે, તે તમને યાદોનાં પટમાં પાછા ખેંચી જશે – અને એ મૂળ વસ્તુને જ અહી આપણે ટાળવાની વાત કરી રહ્યાં છીએ. આ બાબતમાં મારા પર વિશ્વાસ રાખો. તમારું ધ્યાન સીધું બીજે જ વાળી દો.

પ્રેમ અને નફરત બન્ને તમને બંધનમાં બાંધે છે. તમે કોઈ પણને પ્રેમ અથવા તો નફરત કરવાનું ચાલુ રાખીને ભૂલી શકો નહિ. જો તમે તેમને ભૂલી જવા માંગતા હોવ તો તમારે તેમનાં પ્રત્યે તટસ્થ બનવું જ પડે. તમે ત્યારે જ તટસ્થ બની શકો જયારે તમે પ્રેમ અને નફરતનાં દ્વૈતમાંથી ઉપર ઉઠી જાવ. પ્રેમ અને નફરત બન્ને તમારા હૃદયને સ્પર્શે છે, જે કઈ પણ આપણા હૃદયને સ્પર્શ કરે છે તે આપણા મન પર એક છાપ છોડે છે. અને આ છાપોથી જ યાદોનો ભંડાર ભરાતો જતો હોય છે. આ જ કારણોસર વૈદિક વિચારધારા અને અન્ય આધ્યાત્મિક ગ્રંથો માનવને હંમેશા સમતા દાખવવાનો ઉપદેશ આપે છે. સમતામાં રહેવું એ તટસ્થ રહેવાથી એક ડગલું ઉપર છે. કારણકે સમતામાં રહેવાનો અર્થ છે દયા અને સમાનુભૂતિ સાથે તટસ્થ રહેવું.

જો કોઈ પણ સાથે તમારી યાદોની સંખ્યા બહુ મોટી હોય, તેટલું જ તેને ભૂલીને આગળ વધવું અઘરું છે. કારણકે યાદો એ સમયની કટિબદ્ધતા દર્શાવે છે. યાદોની સંખ્યા તમે તે વ્યક્તિ સાથે જેટલો સમય રોક્યો હોય છે તેનાં પ્રમાણમાં હોય છે. તે રોકાણ કેટલું મોટું કે નાનું છે તે જો કોઈ લખવા બેસે તો વ્યક્તિ-વ્યક્તિએ તે અલગ હશે. તમે કોઈ વ્યક્તિને ફક્ત તેનાં વિશે વિચાર નહિ કરવાની કોશિશ કરીને તમારા મનમાંથી ભૂંસી ન શકો.

એક સારો સવાલ એ હોઈ શકે: તમારે કોઈને માફ કરવા માટે તેમને ભૂલવા જરૂરી છે કે પછી તમારે તેમને ભૂલવા માટે પ્રથમ માફ જ કરવા પડતાં હોય છે? વારુ, જો તમને કોઈ પ્રત્યે નકારાત્મક લાગણી હોય: તો તમારે પ્રથમ માફ કરવાં જરૂરી છે જેથી કરીને તમે તેમને ભૂલી શકો. જ્યાં સુધી તમે તેમને માફ નથી કરી દેતા, તમે તેમનાં માટે સમતા નથી દાખવી શકતા, અને જ્યાં સુધી તમે સમતા નથી દાખવી શકતા, ત્યાં સુધી તમે તટસ્થ નથી બની શકતા, અને તટસ્થતા વગર ભૂલવાનું શક્ય નથી હોતું. ફક્ત જે માફ કરી શકાતું હોય છે તે જ ભૂલી શકાતું હોય છે. યાદ રહે, માફી અને પુનર્મેળ તે બન્ને સમાનર્થી નથી; તેનાં વિશે ફરી કોઈ વાર.

તમારી જાતને પ્રેમ કરો. તમારી જાતની કદર કરો. પરિણામ સ્વરૂપ જે કોઈ પણ તમને પ્રેમ કે તમારી કદર નથી કરતુ તેની તમને ખોટ નહિ સાલે.
(Image credit: Robert Nicholls)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.

 

Sunday, 8 September 2013

મૃત્યુનો ભય

 જળ બાષ્પીભવન થઇ વરસાદ બની પાછું આવે છે, કુદરતની રમત હંમેશા ચાલુ જ રહેતી હોય છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તું સાશ્વત છે. તે ફક્ત રૂપાંતર પામતી હોય છે.
દરેક માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને આ ભય હોય છે – મૃત્યુનો ભય. હું તેને બે ભાગમાં વહેચીશ: એક તુરંત થતાં ખતરાથી ભય અને દૂરનાં ભવિષ્યમાં જીવનને ખોવાનો ભય. આ બીજા પ્રકારનાં મૂળમાં રહેલો ભય એ ફક્ત શાશ્વત રીતે અનિવાર્ય એવાં મૃત્યુનો જ ભય નથી હોતો, પરંતુ જીવનનો અંત ઈચ્છિત રીતે ન આવે તો શું થશે તેનો ભય રહેલો હોય છે. સાચો ડર છે જીવનભર જે બધું કમાયું તે ખોવાનો, તમારા સંબધો, તમારી સંપત્તિ, અને સૌથી મહત્વનો ડર છે પોતાની જાતને ખોઈ દેવાનો. મોટેભાગે કોઈપણને સૌથી વધુ લાગણી પોતાની જાત સાથે જ હોય છે અને મૃત્યુમાં તો આ સાથ પણ ગુમાવવાનો હોય છે. માટે મૃત્યુનો ડર સૌથી મોટામાં મોટો હોય છે, તે તમારી ખરી જાતને તમે જેને જે માનતાં આવ્યા છો તેનાંથી વિખૂટું પાડે છે.

મૃત્યુએ જીવનને પૂછ્યું, “આપણે બન્ને તો એકબીજાની બીજી બાજુ જ છીએ, છતાં પણ લોકો કેમ તને પ્રેમ કરે છે અને મને નફરત?”
“કારણ કે,” જીવને કહ્યું, “હું એક સુંદર જુઠ છું જયારે તું એક દર્દનાક સત્ય.”

ગયા વર્ષે, એક યુવાન માણસ, કુંવારો અને સાહસિક, ચાલો તેને ક્રિશ નામ આપીએ, તે મને આશ્રમમાં મળવા માટે આવ્યો હતો. એક વખત, તેને મને કહ્યું, હિમાલયમાં જયારે તે ટ્રેકિંગ કરવા માટે ગયો ત્યારે તે અંદર જઈ શકાય તેટલે દુર સુધી ગયો હતો, ભારત-ચીનની સરહદથી થોડા કિલોમીટર જ દુર હતો. બધે જ સફેદ બરફ છવાયેલો હતો. તેનો ગાઈડ તેને એક સંન્યાસીની ગુફા તરફ લઇ ગયો. તેઓ બન્ને ગુફામાં બેઠા અને તે સંતે તેમને રાતવાસો ગુફામાં જ કરવા માટે જણાવ્યું. તે રાત્રે આકાશ એકદમ સ્વચ્છ હતું. એકદમ લોભામણું ન મનમોહક! તમારે એક રાત્રી હિમાલયમાં કાઢવી જોઈએ જેથી કરીને હું શું કહેવા માંગું છું તે તમને ખબર પડે. ક્રિશે તો  જો કે બહાર જ કેમ્પીંગ કરવાનું નક્કી કર્યું. સંતે તેને બહાર ફરતાં ખતરનાક જંગલી પ્રાણીઓથી ચેતવણી આપી, તેને આ ચેતાવણી જો કે હસવામાં ઉડાડી દીધી. “જંગલી પશુ અને તે પણ આ બર્ફીલા પ્રદેશમાં? અહી વનસ્પતિ પણ ઉગી શકે તેમ નથી, પ્રાણીઓની તો વાત જ જવા દો,” ક્રિશે વિચાર્યું. પેલાં ગાઈડે તો જો કે અંદર ગુફામાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. તેને પોતાનું કુટુંબ હતું જેનાં પાલન પોષણની જવાબદારી તેનાં માથે હતી. તેની જવાબદારીઓ તેને તાર્કિક રીતે અને સમજદારીની મર્યાદામાં રહીને જ જે કઈ કરવું હોય તેની છૂટ આપતી હતી.

એ એક અદ્દભુત રાત્રી હતી અને મધ્યરાત્રીએ ક્રિશે હિમાલયના આકાશની સુંદરતા માણવા માટે તેનાં તંબુની ચેઈન ખોલી નાંખી. તેને થોડી વાર આંખો પટપટાવી હશે કે તુરંત તેને પોતાની જાતને ચુંટી ખણીને ખાતરી કરી જોઈ કે તેની પોતાની નજર જે જોઈ રહી છે તે સત્ય છે. સામે જ, એક શાનદાર લાગતો ફક્ત થોડા ફૂટના અંતરે એક ચિત્તો (snow leopard) મંદ મંદ ચંદ્રપ્રકાશમાં ચમકી રહ્યો હતો. પોતાનું હૃદય જાણે કે મોઢામાં આવી ગયું હોય તેમ ક્રિશે ખુબજ ધીમેથી પણ ઝડપથી પોતાનાં તંબુની ચેઈન બંધ કરી દીધી. અચાનક જ તે પોતાની જિંદગીનાં બધા તત્વો કે જેનાં આધારે તે ટકી રહી હતી તે યાદ આવી ગયા. તે પોતાનો શ્વાસ સાંભળી શકતો હતો, તેનાં હૃદયનાં ધબકારા, તેનાં નાડીના ધબકારા સાંભળી શકતો હતો, તેને લાગ્યું કે તેની મોઢાની ભીનાશ ધીમે ધીમે સુકાતી જતી હતી, તે પસાર થતી એક એક ક્ષણને જાણે કે અનુભવી જ માત્ર નહોતો રહ્યો પરંતુ તેને સાંભળી પણ શકતો હતો. તે જંગલી જાનવર લચીલી અને ધીમી, મંદ પણ ડરાવણી ચાલે તંબુ તરફ આવ્યું અને તેની ફરતે ચકરાવો લેવા માંડ્યું, જાણે કે પોતાનાં શિકારનું બલિદાન લેતાં પહેલાં કોઈ ધાર્મિક વિધિ અનુસાર તેનાં ફરતે ફેરા ન લેતું હોય.

“તે ત્રીસ મિનીટ, સ્વામી,” ક્રિશે મને કહ્યું, “જાણે કે આખી જિંદગી હોય તેવું લાગ્યું. મને તે બર્ફીલી ઠંડી રાતે પસીનો છૂટી ગયો. હું સમજી શકતો હતો કે એક સારું ધ્યાન કેવું તમારી આસપાસની દરેક વસ્તું માટે એકદમ કાચ જેવી ચોક્ખી સ્પષ્ટતા કે સભાનતા લાવતું હોય છે. માનવું પડે કે, આ સમજ જયારે ચિત્તો ત્યાંથી જતો રહ્યો પછી આવી. મારી જિંદગીમાં આ પહેલાં ક્યારેય પણ ત્રીસ મિનીટની અવધી વિષે મને ભાન નહોતું થયું.”

શું તમને ખબર છે બીજું એવું શું છે કે જે તમને આવી તીક્ષ્ણ જાગૃતતાનો અનુભવ કરાવી શકે છે? તો તે છે એકાંત, જો કે ભય વિનાનું એકાંત. પેલું વિકરાળ પશુ તો જો કે ક્રિશને છોડીને બીજા કશાના શિકાર માટે ચાલી ગયું, પરંતુ ક્રિશતો ત્યારબાદ રાત આખી એ ચિત્તા વિશે જ ધ્યાન ધરતો રહ્યો. એ ધ્યાનમાં કોઈ પ્રયત્ન નહોતો. ક્રિશ ત્યાં એકદમ સ્થિર થઇ બેઠો હતો. તેને કોઈ દર્દ, દુઃખનો અનુભવ નહોતો થતો. ભયે તે બધાં ઉપર વિજય મેળવી લીધો હતો. તેને સુવું હતું, તેને બીજા કશા વિશે વિચાર કરવો હતો પરંતુ ભયનું શાસન વધુ પ્રબળ રહ્યું, તે ફક્ત ને ફક્ત તેનાં ભયનાં વિષય-વસ્તુ વિશે જ વિચારતો રહ્યો. જે માનવ સહજ છે. ભય આપણો સૌથી જુનો સાથી છે; તેને સહેલાઇથી ઓળખી જવાય છે. માનવ તેનાં સ્વામિત્વની સાથે સાથે તેનાં ભય સાથે પણ બંધાયેલ હોય છે. સાચું કહું તો એની જગ્યા એ બીજું કોઈ પણ હોત તો તેને પણ તે રાત બિલકુલ ક્રિશની જેમ જ વિતાવી હોત. તેનું પેન્ટ કોરું રહ્યું તેટલું જ કાફી છે તેની બહાદુરી માટે. જો કે ક્રિશ મને ખુબ વ્હાલો છે અને મને તે એક અદ્દભુત વ્યક્તિ લાગ્યો છે.

કોઈ પણ વસ્તુનો ભય આપણા તેનાં પ્રત્યેનાં વલણ ઉપર આધારિત છે. જો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ તો ભયનો સ્વભાવ પણ આપોઆપ બદલાશે. જો તમે મૃત્યુને ખાલી એક પડાવ તરીકે જ જુઓ અને કોઈ અચાનક આવતાં અંત તરીકે નહિ તો કદાચ તમે તેને પસંદ પણ કરવા લાગો, તેનાં પ્રત્યેની ધ્રુણા ઓછી પણ થઇ જાય. જરા વિચારો: એકવાર તમે આ મૃત્યુની ખાઈને પાર કરી દો તો તમને એક બીજી જિંદગી માટેની તક મળી શકે, એક બીજી બાળપણ, એક બીજી યુવાની, જીવન જીવવાનો, પ્રેમ કરવાનો, ફરી એક વાર હોવાનો વધુ એક મોકો મળી શકે.Yes, death. Death must be so beautiful. To lie in the soft brown earth, with the grasses waving above one's head, and listen to silence. To have no yesterday, and no to-morrow. To forget time, to forget life, to be at peace. You can help me. You can open for me the portals of death's house, for love is always with you, and love is stronger than death is.
(Oscar Wilde, The Canterville Ghost)

 

પોતાનાં છેલ્લાં મુકામથી ડરવું એ કેટલું હાસ્યાસ્પદ છે. જો આપણે આપણા મુકામથી જ ડરતા હોઈએ તો પછી મુસાફરીને તો આપણે ક્યાંથી માણી શકવાના હતાં? તમારી માન્યતા ગમે તે હોય, તમે બીજા જીવન, પૂનર્જન્મ કે ફરી ફરીને અવતરવામાં માનતાં હોવ કે નહિ, તમે જે ખરેખર છો તે અપરિવર્તનીય આત્મા કાયમ માટે રહો છો. તમે જયારે સુતા હોવ છો અને તમારા પ્રત્યે જાગૃત નથી હોતા, ત્યારે પણ તે તો હોય છે જ. શા માટે તમે કોઈ વ્યક્તિ સાથે ફક્ત તેનું નામ સાંભળીને જોડાઈ જાવ છો પછી ભલે ને તમે તેને રૂબરૂ મળ્યાં પણ ન હોવ, તે આના લીધે. તે દરેક જીવનમાં સર્વાધિક મહત્વનું હોય છે, મોતીની માળામાં જેમ ધાગો હોય છે તેમ, ગુલાબમાં જેમ સુગંધ હોય છે તેમ, અગ્નિમાં જેમ ગરમી હોય છે તેમ, બરફમાં જેમ ઠંડી હોય છે તેમ, તે દરેક ઘટનાનું સાર તત્વ છે, હૃદયમાં જે ઉષ્મા રહેલી છે, તમારા આંસુમાં જે લાગણી રહેલી છે, તે તમારો આત્મા છે. અવિનાશી. અદ્રશ્ય. અને સંપૂર્ણ. ગહન અને અજ્ઞેય.

કશું પણ મરતું કે ફરી જન્મતું હોતું નથી. જો જો આ ભ્રમ તમને મુર્ખ ન બનાવે. સાદી વાત છે ફક્ત રૂપાંતરની. પાણીનું બાષ્પીભવન થઇ વરસાદ બની પાછુ આવે છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તુ આ રમતનો એક ભાગ જ બની રહે છે. સાશ્વતપણે. તેમાં કોઈ અપવાદ કે કોઈ બહિષ્કાર છે જ નહિ. ફક્ત તમારી ભૂમિકા બદલાય છે, તમારો આકાર બદલાય છે. કુલ સંખ્યા એની એ જ રહે છે. તમે એક સાશ્વત અસ્તિત્વ છો, આનંદનો એક મહાસાગર. મહાસાગર ક્યારેય સુકાતા નથી હોતા. તમારા દરેક ભયને ત્યજી દો, હર ક્ષણને જીવો. પ્રસન્ન રહો. તમે શેને વળગીને બેઠાં છો? અનાસક્તિ તમને નિર્ભયતા તરફ દોરી જાય છે.

તમારા જીવન વિષે પુન: વિચાર કરો. તમારા નિયમો ફરી લખો.  હવે સમય થઇ ગયો છે.
(Image credit: Leonid Afremov)
શાંતિ.
સ્વામી

P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
 

Share