Saturday, 26 July 2014

આપણે કેવી રીતે ઉદ્દભવ્યા?

માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે? જાણવા માટે આ વાર્તા વાંચો.
મને એક દિવસે એક રસપ્રદ ઈ-મેઈલ આવ્યો હતો. તમે તેમાંથી જે સામાન્ય સૂર છે તેને જવા દો તો તેમાં પુછેલા સવાલો હકીકતમાં ખુબ જ ગહન છે તે તમને જણાશે.
જો કે મને શંકા છે, તેમ છતાં હું આશા રાખું છું કે તમારી પાસે કદાચ અમુક જવાબો હશે જે કોઈની પાસે નથી. તો મને તમે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતાનાં રહસ્યોની અતિશયોક્તિ કર્યા વગર જો મને કહી શકો તો (તમારી મહેરબાની!). આપણે કેવી રીતે ઉત્પન્ન થયા છીએ? આ બધાનો હેતુ શું છે? આપણું મર્યા પછી શું થાય છે? જો તમે આ સવાલોનો જવાબ ન જાણતા હોય તો તેનો સ્વીકાર કરવામાં શરમાશો નહિ...વાંધો નહિ...હું જવાબોની શોધ ચાલુ રાખીશ. ...શું તમે જલ્દી જવાબ આપી શકશો?
મેં તેને શું લખીને મોકલ્યું તે તમને કહું એ પહેલાં, મને એક દંતકથા યાદ આવે છે તે તમને કહું છું: એક ઝેન સંત એક વડનાં વૃક્ષ નીચે બેઠા હતાં. યોગાનુયોગ, તે પણ જન્મ, મૃત્યું અને તેવાં જ કઈ સવાલો ઉપર ચિંતન કરી રહ્યા હતાં. તેમને પોતાનાં ગુરુના જવાબોથી સંતોષ નહોતો, ગ્રંથોનું જ્ઞાન તેમને આકર્ષિત નહોતું કરી શકતું, બુદ્ધનો ઉપદેશ પણ તેમની તરસ છીપાવી શકતો નહોતો.

જયારે તેમને એવું લાગ્યું કે પોતાનાં સવાલોનો કોઈ જવાબ નથી ત્યારે જ એક જોરદાર હવાનું ઝોંકુ ફુંકાયું અને વૃક્ષના પાંદડાઓ ફરફરવા લાગ્યા. એમાંનું એક પર્ણ વૃક્ષને લાંબો સમય સુધી પકડી રાખી શક્યું નહિ અને તે ત્યાંથી તૂટી પડ્યું. પવને તેને પ્રથમ તો હવામાં ઉંચે સુધી ઊંચકીને લઇ ગયું અને ત્યારબાદ તેને આમથી તેમ ઉલાળવા લાગ્યું. જાણે કે વાવાઝોડામાં ફસાઈ ન ગયું હોય. અંતે તે જમીનદોસ્ત થઇ ગયું.

“મારું જીવન આ પર્ણ જેવું છે,” તેમને ભાન થયું. “હું ગમે તેટલું આ જીવન વૃક્ષને વળગી રહેવા માટે કેમ ન ઈચ્છતો હોઉં, એક દિવસે, હું તેનાંથી વિખૂટો પડી જ જઈશ. આ સંબધવિચ્છેદ તે કઈ મૃત્યું નથી, પરંતુ એક બીજા જીવનની શરૂઆત માત્ર છે. અને આ પર્ણની જેમ, હું પણ આમથી તેમ ફંગોળાતો રહીશ. ઇચ્છાઓનું ચક્રવાત મને આમથી તેમ ઉલાળતું રહેશે. તેનો પ્રતિકાર કરવામાં કોઈ બુદ્ધિમતા રહેલી નથી. મારે નીચે પડતા પહેલાં જે દિશામાં પવન હશે તે દિશામાં જ જવું પડશે. અને તેમ છતાં તે પણ મૃત્યું તો નહિ જ હોય એક બીજા જ જીવનની શરૂઆત હશે. અને હવે કદાચ હું વિઘટન પામીશ, અને પૃથ્વીનો એક ભાગ બની હું બીજા કરોડો જીવોમાં જીવતો રહીશ. આ ચક્ર શાસ્વત છે.”

આ તેમનો સાક્ષાત્કાર હતો, જરૂરી નથી મારો કે તમારો પણ એ જ હોય. હવે મેં તેને શું લખી જણાવ્યું તેનાં વિષે:

“કદાચ કોઈએ તમને સૌથી ખરો જવાબ આપ્યો હોય તેવું બને અને તેમ છતાં પણ તમે તેને સ્વીકારી ન શકો તેવું પણ બને કારણકે તે જવાબની સત્યતાની ખાતરી કરવાનો મોટાભાગે કોઈ જ માર્ગ હોતો નથી. આપણા ઉદ્દભવ, મોત અને પુન:જીવન વિષેની માત્ર પરિકલ્પનાઓ છે કે જેમાં મુખ્ય તફાવત એ છે કે એક પરિકલ્પના છે તે બીજી કરતાં વધારે વિશ્વસનીય લાગતી હોય છે.

સ્વર્ગ કે નરક જેવું કઈ હોતું નથી. કોઈ અલૌકિક સર્જક પણ નથી. કોઈ સાર્વજનિક હેતુ દરેકજણ માટે લાગુ પડતો હોય તેવું પણ નથી. કદાચ કોઈ વ્યક્તિગત હેતુ ય ન હોય એવું પણ બને કેમ કે હેતુ માટેની તરસ જે છે તે જાગૃત મનની એક ઉત્કટ ઈચ્છા હોય છે. શા માટે હેતુની જે સમજ છે તે ઊંઘમાં કે પછી કોઈ જયારે બેભાન હોય ત્યારે કે પછી એક બાળકની અંદર અદ્રશ્ય થઇ જાય છે? જેમ જેમ આપણે મોટા થઇએ છીએ તેમ તેમ, આપણો વ્યક્તિગતતાનો અહંકાર આપણને એવું માનવા માટે પ્રેરે છે કે આ જીવન કદાપી અર્થહીન હોઈ શકે નહિ. આ અર્થનો જે ખ્યાલ છે તે ફક્ત જાગૃત મનની એક અર્થહીન અને અસંગત વાત માત્ર છે.

કઠોર સત્ય તો એ છે કે, દરેક જીવ, દરેક હસ્તી, જો કશું પણ હશે તો, તે માત્ર એક નગણ્ય, અનાવશ્યક, અને પ્રયોગ કરીને ફેકી દેવાને લાયક કુદરતની એક અવસ્થા જ હોય છે, કે જેનો  હેતુ સ્વયંના સંતોષ માટે પોતાની જાતને ટકાવવી એ જ એક માત્ર હોય છે.

ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એ આ આપણો ઉદ્દભવ કેવી રીતે થયો તે સવાલનો સૌથી વધુ તર્કસંગત જવાબ આપે છે. પરંતુ તે પણ આપણને એક સંપૂર્ણ ચિત્ર પ્રદાન નથી કરતો કેમ કે તે ઉત્ક્રાંતિનો પાયો ચુકી જાય છે – તે આપણે કેવી રીતે ઉદ્દભવ્યા તેનું વર્ણન કરે છે પરંતુ આપણે શા માટે ઉદ્દભવ્યા તે કહેતો નથી. આપણે જન્મ જ શા માટે લઈએ છીએ, કે પછી આપણી ઉત્ક્રાંતિ શા માટે થાય છે? હું માનું છું, તે એટલાં માટે થાય છે કારણ કે કુદરતમાં બધું પુન:ચક્રિત (recycle) થાય છે.

જો તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને જણાશે કે કુદરતમાં દરેક વસ્તુ પુન:ચક્રિત થાય છે. પ્રત્યેક વસ્તુ. પંચ મહાભૂતો – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અને તેમાંથી બનેલાં અસંખ્ય સંયોજનો, દરેક હસ્તી – જીવંત કે નિર્જીવ, જડ કે ચેતન – તે બધા પુન:ચક્રિત થાય છે. આપણા શરીર સહીતની પ્રત્યેક વસ્તુનું  કુદરત દ્વારા કબાડ થાય છે. અને એવું જ આપણી ચેતનાનું પણ થતું હોય છે તે મૃત્યું પછી તેને એક નવું ઘર મળે છે. ટકી રહેવું તે કુદરતનું એક માત્ર ધ્યેય છે; અને તે ધ્યેય તે સાશ્વતપણે ચાલતાં રૂપાંતરણના ચક્ર દ્વારા સિદ્ધ કરે છે. અને આવી રીતે અને એટલાં માટે આપણે ઉદ્દભવીએ છીએ કે ઉદ્દભવ્યા છીએ.”

એક રાત્રીએ, હું મારી કુટીર તરફ ચાલીને જઈ રહ્યો હતો અને એક કુતરો મારી આગળ ચાલી રહ્યો હતો. ભારે વર્ષાને કારણે, દરેક જાતનાં જીવ-જંતુઓ બધી બાજુએથી બહાર આવ્યા હતાં (સર્જનની જે વાત છે તે). ભૂલથી, કુતરાનો પગ એક ગોકળગાય ઉપર પડી જાય છે. હું નીચે બેસી ગયો અને મારી ટોર્ચનો પ્રકાશ ગોકળગાય ઉપર ફેંક્યો. તે એક લોંદો થઇ ગઈ હતી અને પોતાનાં જ કવચના ભાર હેઠળ ચકદાઈ ગઈ હતી. કુતરો મારી તરફ પ્રેમથી જોયા કરતો હતો, એ વાતથી બિલકુલ અજાણ કે એને પોતે એક જીવનનો અંત આણી દીધો હતો.

હું ત્યાં થોડી વધુ વાર બેસી રહ્યો અને જીણા જીવ-જંતુઓ મૃત ગોકળગાય ઉપર એકત્રિત થવા લાગ્યા. થોડી જ વારમાં, મોટા જંતુઓ પણ તે સ્થળે આવી ચડ્યા અને પોતાના ભોજનનું ભક્ષણ કરવા લાગ્યા. મેં તે જોવાનું ચાલુ રાખ્યું અને ઝરમર વરસાદ ચાલુ થયો. એ દરમ્યાન અહી મોટા અને નાના જંતુઓ વચ્ચે પોતાનાં ભક્ષ્ય માટેનો સંઘર્ષ ચાલુ રહ્યો. જેવી ધીમી વર્ષા એકદમ ધોધમાર બનીને વરસવા લાગી કે તરત જ નાના જીવો પોતાનો જીવ બચાવવાં ભાગવા લાગ્યા.

થોડી મીનીટો પછી, મોટા જંતુઓ પણ ભારે વર્ષા થતાં ઉડી ગયા અને મારી નજર સમક્ષ એક લોહીલુહાણ ગોકળગાયને છોડી ગયા. કુતરાએ પણ બાજુમાં એક છત નીચે આશ્રય લઇ લીધો. વરસાદ થંભી ગયો. હું થોડી વધુ વાર ત્યાં ઉભો રહ્યો અને વળી પાછા જંતુઓ ત્યાં થોડીવારમાં પાછા ફરવાં લાગ્યા.

મેં શાંત પર્વતો તરફનાં કાળા ડીબાંગ આકાશ તરફ તાકીને જોયું, ગર્જતી નદી તરફ જોયું. કુદરતનો કેવો એક ભવ્ય નજારો હતો એ, મેં વિચાર્યું. સુર્યપ્રકાશ કરોડો નાના જીવને જન્મ આપે છે અને થોડી મીનીટોની એક ભારે વર્ષા તેમને આ પૃથ્વી પરથી સાફ કરી નાંખે છે. હર પળે, અસંખ્ય જીવો માં પ્રકૃતિની કુખેથી જન્મે છે અને અસંખ્ય જીવો પાછા તેમાં ભળી જતાં હોય છે. મેં દરેક સચેતનનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી અને મારી કુટીર તરફ પાછો ચાલવા લાગ્યો.

મેં કીડીઓ, જંતુઓ, માછલી, સર્પ, વીંછી, વરુ, હરણ, રીંછ, ડુક્કર, લંગુર, વાનર અને માનવ એ દરેકનું અવલોકન કરેલું છે. તેમાં કોઈ ફર્ક રહેલો નથી. જયારે કુદરતની વાત આવે, જયારે ભગવાન કે જેની વ્યાખ્યા થઇ શકે તેમ નથી તેની વાત આવે, ત્યારે ત્યાં કુતરો ગોકળગાય ઉપર પગ મુકે કે હાથી માણસ ઉપર તેમાં બિલકુલ કોઈ ફર્ક નથી રહ્યો. કાં પુર હજારો ધણનો નાશ કરે કે કોઈ સુનામી હજારો માનવજાતનો નાશ કરે, કુદરત છે તે તેમાં કોઈ ભેદભાવ નથી કરતુ.

પોતાનાં ચડિયાતા હોવાની માનવ સમજ અથવા તો પોતે કઈક ખાસ છે એવી એક ઘમંડી માન્યતા એ ફક્ત અહંકારી માન્યતા માત્ર છે. તેમાં સમજનો અભાવ દેખાય છે. તેમાં દયાનો અભાવ દેખાય છે.

એક ખુબ જ જાણીતા ચાઇનીઝ તત્વચિંતક અને ફિલસૂફ વુ-શિનનાં શબ્દોમાં કહેવું હોય તો:
How many of your questions
Have been answered,
But still
You don’t have the answer?

Is it possible that
The answer isn’t
Found in more questions?

Is it possible that
The answer isn’t
Found in more concepts,
More thoughts?

Is it possible that
The answer is
Revealed in their very absence?

(Roy Melvyn, The Lost Writings of Wu Hsin.)
ખબર નહિ કેમ તમે એવું માનો છો કે દરેક સવાલનો કોઈ જવાબ હોવો જ જોઈએ. અને તે પણ સ્પષ્ટ જવાબ. તે એક વ્યર્થ અને બાલીશ માન્યતા છે. ડાહ્યાઓનાં પુસ્તકમાં કોઈ સ્પષ્ટ જવાબો હોતા જ નથી. આ બ્રહ્માંડ અનંત કેમ છે? જયારે તમારું બાળક તમને એમ પૂછે કે ઓ માં! હું કેમ તારા પેટે જન્મ્યો તો તમે શું કહેશો?

સ્વામી તમને જવાબો આપી શકે પણ તે તમને તમારા સત્ય તરફ નહિ દોરી જાય. તમારા સવાલોના જવાબ આપવા કરતાં, ચાલો આપણે તમારા જવાબોને સવાલ કરીએ. તમારા સવાલો ખોટા નથી. તમારા જવાબો હોઈ શકે છે.

શાંતિ.
સ્વામીP.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.No comments:

Post a Comment

Share