Om Swami As I Know Him




ॐ સ્વામી
अनंत संसार समुद्र तार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां।
वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥१॥

कवित्व वाराशि निशाकराभ्यां दौर्भाग्यदावांबुदमालिक्याभ्यां।
दूरीकृतानम्र विपत्तिताभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥२॥
 
नता ययोः श्रीपतितां समीयुः कदाचिदप्याशु दरिद्रवर्याः।
मूकाश्च वाचसपतितां हि ताभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥३॥

नाली कनी काशपदाहृताभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां।
नमज्जनाभीष्टततिब्रदाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥४॥


नृपालिमौलि ब्रज रत्न कांति सरिद्विराज्झषकन्यकाभ्यां।
नृपत्वदाभ्यां नतलोकपंक्ते: नमो नमः श्री गुरु पादुकाभ्यां॥५॥

पापांधकारार्क परंपराभ्यां पापत्रयाहीन्द्र खगेश्वराभ्यां।
जाड्याब्धि संशोषण वाड्वाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥६॥

शमादिषट्क प्रदवैभवाभ्यां समाधि दान व्रत दीक्षिताभ्यां।
रमाधवांघ्रि स्थिरभक्तिदाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥७॥

स्वार्चा पराणामखिलेष्टदाभ्यां स्वाहासहायाक्ष धुरंधराभ्यां।
स्वान्ताच्छ भावप्रदपूजनाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥८॥

कामादिसर्प व्रजगारुडाभ्यां विवेक वैराग्य निधि प्रदाभ्यां।
बोध प्रदाभ्यां दृत मोक्ष दाभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्यां॥९॥


ગંગા પ્રગટ થાય છે શિવજીની જટામાંથી પરંતુ સામાન્ય માણસનાં પાપ-પ્રક્ષાલન માટે છેક જમીન પર આવીને વહેતી હોય છે. માણસને તો એની જરૂર લાગતી નથી, પરંતુ ગંગા એક મા બની પોતાના બાળકની જરૂરિયાત, બાળકને પોતાને સમજાય તે પહેલા પોતે સમજી લે છે અને તે પૂરી કરવા માટે અનપેક્ષિત થઇ સામે ચાલીને આવી પહોચે છે. બસ કઈક એવી જ રીતે સ્વામીજી છેક મારા સુધી વિચાર સ્વરૂપે પહોચી ગયાં. ભોગવાદી-પાશ્ચાત્ય દેશમાં જીવન વિકાસની ઈચ્છા રાખતાં સારા વાંચનની ટેવ મેં જાળવી રાખેલી. એક એવો જ સરસ બ્લોગ www.lifehack.org માં અચાનક એક સરસ વિષય પર મન ખેચાયું “Emotional Healing - Erasing Psychic Imprints” એના પર ક્લીક કરતા એ મને લઇ ગયું www.omswami.com બ્લોગ પર...આમ મારી ઓળખ થયી એક સરસ જ્ઞાન-ગંગા જોડે કે જેના વડે બુદ્ધિનું સ્નાન કરી શુદ્ધતાનો અહેસાસ પામી શકાય. સ્વામીજીના વિચારો મન-સ્પર્શી તેમજ હૃદય-સ્પર્શી લાગ્યા છે. એમનાં વિશે વધારે માહિતી એ જ બ્લોગ પર વાચતા ખુબ જ નવાઈ લાગે તેવા ચરિત્રનાં તે માલિક જણાયા. તેઓ એક સિદ્ધ આત્મા છે છતાં પણ એક સરળ જીવ છે. મેં એમને એક e-mail કર્યો તો તરત જ જવાબ મળ્યો. આટલી મોટી વ્યક્તિ, આટલી નાની વ્યક્તિ માટે, આટલી બધી કાળજી રાખે, એ જાણી ખરેખર મનમાં મજા આવી ગયી!!!

મને એમને કશું આપવાનું મન થયું, મેં એમને વિત્ત-દાન કરવાની ઈચ્છા બતાવી, તો એમને કહ્યું Re financial contribution, the thought is more than enough. You've offered it, consider that I've accepted it. No money needs to exchange hands.હાથ મિલાવવા માટે પૈસાની જરૂર નથી - વર્તમાન સમયમાં આ સ્વયં કેટલો મહાન વિચાર છે?

મને થયું આટલા સરસ વિચારો એક સિદ્ધ આત્માની બુદ્ધિનાં શિખરો સર કરી, હૃદયમાં દુનિયાનાં દરેક માણસ માટે પ્રેમ રાખી, એનાં જ માર્ગદર્શન માટે જયારે જ્ઞાન-ગંગા બનીને વહી રહ્યા હોય, ત્યારે એને બને એટલાં વધુ ને વધુ લોકો સુધી લઇ જવા માટે હું પણ જો એક સાધન બની શકું તો એ કેટલું મોટું અહોભાગ્ય!! અને મારી આ ઈચ્છાને પૂરી કરવાની જવાબદારી સ્વામીજીએ પોતે લીધી છે અને પરિણામે એમના વિચારો ગુજરાતીમાં ભાષાંતર કરી ગુજરાતી બોલતા, અને દુનિયાના તમામ ખૂણે વસતા દરેક ગુજરાતી માટે, અને ગુજરાત માટે એક સરસ સેવા કરવાની અમૂલ્ય તક સ્વામીજીએ આ ગુજરાતી બ્લોગ દ્વારા મને આપી છે. સ્વામીજી આપનો આ માટે હૃદયપુર્વક આભાર!!

આવો આ સ્વામીજી માટે થોડી વધારે માહિતી મેળવીએ...

સ્વામીજી એ નાગા સમુદાયનાં એક સંત પાસેથી દીક્ષા લીધી હતી, ત્યાર બાદ એક તાંત્રિક યોગીની પાસેથી એમને ઉચ્ચ દીક્ષા લીધી.તેમને એક લાંબો સમય હિમાલયનાં જંગલો અને ગુફાઓમાં ધ્યાન અને એકાંતમાં જીવન વ્યતીત કરવામાં પસાર કર્યો. સ્વામીજી હાલમાં હિમાલયની એક નાની ટેકરી પર રહે છે. તેઓ દીક્ષા સમયે ધારણ કરેલા નામનો ઉલ્લેખ નથી કરતા. તેઓ ફક્ત ઓમ સ્વામી નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

સ્વામીજી કોઈ પણ પ્રકારનું દાન કે ભૌતિક ચીજ-વસ્તુનો સ્વીકાર કરતા નથી. બહારની દુનિયા સાથેનો તેમનો સંપર્ક તેમના બ્લોગ www.omswami.com દ્વારા છે કે જેના ઉપર તેઓ પોતાનાં વિચારો લેખન અને વિડીઓ પ્રવચનનાં માધ્યમથી રજુ કરે છે.

સ્વામીજીનો મુખ્ય સંદેશ એ છે કે ઉચ્ચ રસ્તાનું પાલન કરવું એ કોઈ ગુરુ કે વ્યક્તિને અનુસરવા કરતા અનેક ગણું મહત્વનું છે. માણસની સત્ય માટેની પોતાની સ્વયં-ખોજ જ તેને મુક્ત કરે છે, બાકીનું બધું શરતી હોય છે. કોઈ બીજાની ફિલસુફીનું અનુમોદન કરવા કરતાં, માણસે પોતે જાતે જ પોતાનાં સાક્ષાત્કાર માટે કામ કરવું જોઈએ. સાચું જ્ઞાન હમેશાં અંદરથી જ આવતું હોય છે.

સ્વામીજી માને છે કે વ્યવહારિક જ્ઞાનનું માત્ર થોડું અનુસરણ લાખો પુસ્તકિયા જ્ઞાન કરતા ક્યાંય મહત્વનું હોય છે. સ્વામીજી પોતે સ્વયં-ઈચ્છાથી સમાધિસ્થ સ્થિતિમાં આલ્ફા, બીટા, ડેલ્ટા વેવ ને ઉત્પન્ન કરી શકે છે. તેઓ પોતે પોતાના શરીરના તાપમાનને, બ્લડ પ્રેશર લેવલને, તેમજ હાર્ટબીટ્સ ને પોતાની ઈચ્છા અનુસાર નિયંત્રિત કરી શકે છે, અને આ બધું તેમને ડોક્ટરસ, ન્યુરોલોજીસ્ટસ અને બીજા મેડીકલ પ્રોફેશનલ્સ સમક્ષ અનેક પ્રસંગોએ પ્રમાણિત કર્યુ છે.

સ્વામીજીએ પોતાની સંપતિનો એક પલમાં ત્યાગ કરેલો છે. દીક્ષા અંગીકાર કરતા પહેલાં તેમને પોતે યુનિવર્સીટી ઓફ ટેક્નોલોજી, સિડનીમાંથી MBA અને યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન સિડનીમાંથી બેચલર્સ ઇન બીઝનેસ કોમ્પ્યુટીંગ કર્યુ હતું. સ્વામીજીએ પોતે મોટા મોટા કોર્પોરેશન જેવા કે જનરલ મોટર્સ, ન્યુ કોર્પોરેશન, ડેલોઇટ, બાર્કલેસ બેંક વિગરેમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરેલું છે. તેઓ પોતે મલ્ટી-મિલિયન ડોલર્સની એક સોફ્ટવેર કંપનીના માલિક હતા કે જેની ઓફીસ સાન ફ્રાન્સિસ્કો, ન્યુયોર્ક, ટોરોન્ટો, લંડન, સિડની, અને ભારતમાં હતી.
 
આજે અમે એમનો ઉલ્લેખ ઘણી વાર The Monk Who Gave Away His Porscheતરીકે કરીએ છીએ. તેમને બીઝનેસમાં પોતાનો રસ છોડી આધ્યાત્મિક જીવનમાં લગાડી દીધો છે અને જ્યાં તેઓ બની શકે એટલા વધુ લોકોને મદદ અને માર્ગદર્શન આપી રહ્યા છે જે તેમના જીવનનો હવે એકમાત્ર રસ છે.

સ્વામીજી વિષે વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો.

સ્વામીજી અમે તમને ખુબ જ પ્રેમ કરીએ છીએ અને અમારા જીવનનો એક ભાગ બનવા બદલ આપનો ખુબ ખુબ આભાર!!

No comments:

Post a Comment

Share